તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 લોકોની ક્ષમતાવાળી માછીમારી બોટમાં 13 સહેલાણીને બેસાડ્યા: ભારે પવને હોડી પલટતાં 7 ડૂબી ગયા, 6નો બચાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુંદરપુરના પરીવારમાં દિકરાની મંગળવારે બર્થડે હોવાથી ઘરે ઉજવણી કરી હતી. ત્યાર બાદ ધૂળેટીનો તહેવાર હોવાથી જમવાનું બનાવી પરિવારના 10 સભ્યો ભીતખુદ ગામે ફૂગારાના પાણીની વચ્ચે બેટ પર હોડીમાં બેસી ફરવા ગયા હતા.

માછીમારીની નાવડી હોવાથી તેમાં 3 લોકોની ક્ષમતા હોય છે. આ બોટમાં 13 સહેલાણીને બેસાડી દેવાયા હતા. કોઈ લાઈફ જેકેટ તો હતું જ નહીં. પાણીની વચ્ચે બેટ પર બર્થ ડેનું જમવાનું પતાવી પરિવાર પરત કિનારે આવવા નિકળ્યું ત્યારે અચાનક પવનના ફૂકાતા હોડી પલ્ટી મારી હતી. નાવડીમાં સવાર બધા જ સભ્યો પાણીમાં પડ્યા હતા. દરમિયાન સુંદરપુરના યુવકને પણ તરતા આવડતું હોય, કિનારા નજીક આવી ગયો હતો, પરંતુ પોતાના બંન્ને સંતાનો દિકરી સંજના અને દિકરા અભિષેકને ડૂબતા હોવાથી બચાવવા જતાં પિતાએ પણ જળ સમાધિ લીધી હતી. આમ પરિવારના 7 સભ્યોના મોત થયા હતાં. જ્યારે નાવડી ચાલક સહિત 6 લોકોનો બચાવ થયો હતો.

ઉચ્છલના સુંદરપુર ગામના રાજેશભાઈ બલીરામ કોંકણી ઉચ્છલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પટાવાળા તરીકે નોકરી કરે છે. હોળીના તહેવારમાં રજા હોવાથી અને ધુળેટીના દિવસે દિકરા અભિષેકની બર્થ ડે હોવાથી ઘરે ઉજવણી કરી જમવાનું બનાવી બપોરે તાપી નદી ઉકાઈ જળાશયના ફુગારામાં આવેલ ટેકરી (બેટ)પર જમવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. એક સ્થાનિક મચ્છી પકડનારની હોડી લઈને નજીક ના ગામના 3 લોકો સાથે ભેગા મળી હોડીમાં ટાપુ જેવી ટેકરી પર પહોંચી ગયા હતા.બેટથી કિનારો માત્ર 700થી 800 મીટરના અંતરે હોય, થોડું અંતર કાપ્યું હશે, ત્યાં ભારે પવન ફુંકાતા હોડીમાં પાણી ભરાઈ જવાથી હોડી ડુબી ગઇ હતી. તમામ મૃતકો સુંદરપુર ગામના હોવાથી બુધવારે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

નાવડી પલટતા પિતા તરીને કિનારે પહોંચ્યા પણ બે બાળકોને બચાવવા ફરી ઝંપલાવ્યું ને બાળકો સાથે તેઓ પણ ગરક થઈ ગયા

દિકરાની બર્થ ડે ઘરે ઊજવી ખાણી પીણી માટે પાણીની વચ્ચે બેટ પર પહોંચ્યા હતા

કરૂણાંતિકા

બચાવ માટે આવતી સ્પીડ બોટ ટ્રાફિકજામમાં ફસાઈ

ઉચ્છલ નજીક ઉકાઈ જળાશયમાં 13 લોકો ડૂબી રહ્યા હતા ત્યારે તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સુરત ફાયરની પણ મદદ માગવામાં આવી હતી. જશાશયમાંથી ડૂબેલા લોકોને ત્વરિત બહાર કાઢવા માટે સુરતથી ફાયર ઓફિસર ઇશ્વર પટેલ લાશ્કરો સાથે એક સ્પીડ બોટ લઈને નીકળ્યા હતા. પરંતુ ધૂળેટીની રજા હોઈ સુરતથી લાખો લોકો સાંજના સમયે ડુમસ તરફ ફરવા નીકળ્યા હતા. જેના કારણે ખૂબ મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામમાં ફાયર બ્રિગેડની બોટ પણ ફસાઈ ગઈ હતી. લાશ્કરો એક કિમી સુધી દોડીને મગદલ્લા જંકશન સુધી પહોંચ્યા અને ટ્રાફિક સંચાલન કરીને બોટને જામમાંથી બહાર કાઢી હતી. નોંધનીય છે કે, ફસાયેલા ઇમરજન્સી વાહન ટ્રાફિકમાંથી બહાર કાઢવા માટે સુરતમાં કોઈ ખાસ વ્યવસ્થા નથી.

નાવડીની ક્ષમતા ખૂબજ ઓછી

ઉકાઈ જળાશયના ફુગારામાં આવેલ ટેકરી પર જેમાં બેસીને ગયા એ નાવડી માછીમારો પોતાના વ્યવસાયમાં વાપરતા હોય છે. આ માટે જરૂરી પરમિટ પણ લેવામાં આવે છે. આ નાવડીમાં જ્યારે માછીમારી કરવા માટે જાય ત્યારે માછલીની જાળી અને અન્ય સામાન બાદ માત્ર 2થી 3 લોકોજ સવાર થઈ શકે તેમ હોય છે.

નાવડીમાં જ્યારે બેઠા ત્યારે આ રીતે તસવીર લેવામાં આવી હતી. ઘટના બાદ એક સાથે પરિવારના 7 સભ્યોના મોત થતા બુધવારે એકસાથે અંતિમ યાત્રા નિકળી હતી.

વધુ પવન હોવાથી હોળીમાં પાણી ભરાયું

હોડીમાં વધારે બેસવાથી પવન વધારે હોવાથી હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી પલટી મારી ગઈ હતી. મારી સાથે બીજા તરીને બહાર આવતાં બચી ગયા છે. પરંતુ તરતા વધારે પાણી પી જવાથી સારવાર માટે સુરત હોસ્પિટલમાં સારવાર હેઠળ છું.> જીગ્નેશભાઈ દેવાજીભાઈ વળવી, પ્રત્યક્ષદર્શી અને બચી જનાર ભીતખુર્દનો યુવક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો