તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Kim
 • Kim News 1246 Years Old Maharashtra Rajasthan Kathi Holi Tribes Of Gujarat Maharashtra And Madhya Pradesh Border Area Emerged 070044

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1246 વર્ષ જૂની મહારાષ્ટ્રની રજવાડી કાઠી હોળીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના આદિવાસીઓ ઉમટ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આ હોળીમાં 3 જિલ્લાના લોકો આવે છે, મંગળવારે વહેલી સવારે હોળીની ઉજવણી કરવામાં આવી

નવાપુર | નંદુરબાર જિલ્લાની સૌથી જુની અને પારંપરિક રજવાડી કાઠી હોળીની ઉજવણી મંગળવારે સવારે 6 કલાકે કરવામાં આવી હતી. સોમવારે સવારથી સાતપુડા વિસ્તારમાં રહેનાર આદિવાસી પગપાળા કાઠી હોળીમાં ભાગ લે છે અને દિવસ રાત હોળીનાં નૃત્ય કરે છે. કાઠી હોળીની સામે આદિવાસી 24 કલાક લગાતાર નૃત્ય કરે છે. રાજાવાડી હોળીનો 105 ફુટ મુખ્ય બાંબૂ રાજપીપળા જંગલમાંથી 150 કિલોમીટર પગપાળા ચાલીને ખભે મુકીને લાવે છે.

કાઠી ગામના 12મી શતાબ્દીના રાજા ઉમેદસિગની ગાદી અને શસ્ત્રની પૂજા કરવામાં આવી હતી. મંદિરમાં પૂજા વિધી કરીને નૈવેદ્ય આપીને હોળીને ખાડામાં વહેલી સવારે સાડા ચાર કલાકે રોપણ કર્યું હતું. હોળીનો જયઘોષ કરીને દર્શન,પ્રાર્થના કરી રાજાવાડી હોળી પ્રગટાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના આદિવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હતાં. આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર સૌથી મોટો અને મહત્વનો છે. નંદુરબાર જિલ્લાના અક્કલકુવાના કાઠી ગામનો હોલિકાત્સોવ જોવાં માટે દેશ વિદેશના મહેમાન આવે છે. સાત દિવસ હોળીની ઉજવણી કરવામાં આવે છે.મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના સીમાવર્તી વિસ્તારનાં નંદુરબારના આદિવાસી સમાજની કાઠી હોળીની 1246 વર્ષની જૂની પરંપરા છે.

હોળીના પાંચ દિવસ પહેલા બ્રહ્મચર્યનું પાલન કરે છે. પલંગ અથવા ખાટલો ઉપર નહીં જમીન પર સુએ છે. હોળીને વંદના કરે છે, વિવિધ પ્રકારના પોશાક પરિધાન કરીને સાત દિવસ સુધી નૃત્ય કરે છે. આ હોળીને ઉજવવા માટે 150 કિમી ચાલીને આદિવાસી લોકો પોતાના ખભા પર બાંબુ મુકીને લાવે છે.

વિવિધ પોશાક પરિધાન કરી સાત દિવસ નૃત્ય કરવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો