તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરના માંકડબનમાં 114 ઘરને પીવાના પાણી માટે ફાંફા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના માંકડબનના ઉમરમાળ ફળિયામાં આશરે 114 ઘરોને ભર ઉનાળે પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. થોડા સમય અગાઉ બનેલી બે ટાંકીઓના સથવારે મહિલાઓ મર્યાદિત માત્ર બે થી ત્રણ બેડા પીવા અને રસોઈ માટે પાણી મેળવી રહી હોવાની હકીકત સામે આવી છે.

ધરમપુરમાં હોળી પછી કુવા, બોરના નીચે ઉતરી જતા જળસ્તરને લઈ પોકાર ઉઠે છે. માંકડબન ગામના ઉમરમાળ ફળિયાની મહિલાઓના જણાવ્યા પ્રમાણે 14 બોર અને 4 કુવાઓ પૈકી માત્ર એક બોરમાં થોડું પાણી છે. જેમાં પણ મેં આખરમાં પૂરું થવાની સંભાવના છે. તાજેતરમાં બનેલી બે ટાંકીઓમાં ઓછા પાણીને લઈ દિવસમાં માત્ર એક વાર બેથી ત્રણ બેડા પાણી મહિલા દીઠ આપસી મહિલાઓની સમજૂતીથી મળી રહ્યું છે. સમગ્ર દિવસ દરમ્યાન ધીરેધીરે ટાંકીઓમાં પાણી ભરાયા બાદ માત્ર સાંજે એક ટાઈમ અને એ પણ ઓછું પાણી મળે છે. જેને લઈ મહિલાઓએ નજીકના આશરે 400મીટરના અંતરે આવેલા ધોળીપાડા ફળિયામાં કૂવા ઉપર રાત્રે બે,ત્રણ વાગ્યે અથવા મળસ્કે પાંચ વાગ્યે ઉઠી પુરુષો, ઘરના સભ્યો સાથે પાણી માટે જવું પડતું હોય છે. જેમાં પણ એક બેડા પાણી પછી 20થી30 મિનિટ જળ સ્તર ઉપર આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. સૂકા કૂવામાં ઓછા પાણીને લઈ દેગડીઓ પણ છૂંદાઈ ગઇ હોવાની મહિલાઓએ વ્યથા ઠાલવી હતી. જ્યારે કપડાં ધોવા માટે ધામણી ગામની નદી પર જવું પડતું હોય છે. અને ખનકુમાં નાની વેરીઓ કરી વાટકા, નાની ડોલથી પાણી મેળવી પથ્થર પર કપડાં ધોવા પડી રહ્યા છે. મહિલાઓએ ટેન્કર નથી આવતું એમ જણાવી વર્ષોથી ઉઠાવવી પડી રહેલી પાણીની સમસ્યાનું બનતી ત્વરાએ નિરાકરણ તંત્ર દ્વારા લાવી સમગ્ર વર્ષ પાણી સરળતાથી મળી રહે એવું આયોજન થાય એવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...