તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારામાં 108 ઈમરજન્સી સેવાનું ડેમોસ્ટ્રેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ડાંગ જિલ્લાના સાપુતારા 108 લોકેશનની ટીમે વિવિધ શાળાની મુલાકાત લઈ લાઈવ ડેમોસ્ટ્રેશન બતા‌વી શાળા સાપ્તાહિક ઉજવણી કરી હતી. ગુજરાત રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ 2019 અંતર્ગત ડાંગ જિલ્લાના સાપુતારા લોકેશનની 108ની ટીમે સાપુતારા, ભાપખલ પ્રા.શાળા, ગુંદીયા પ્રા.શાળા, ગોટીયામાળ આશ્રમશાળા સહિત જનતા હાઈસ્કૂલ શામગહાન શાળાના વિદ્યાર્થીઓએ જીવીકે ઈએમઆરઆઈ 108 સેવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી તે અંગે સુલભ માહિતી પૂરી પાડી હતી. સાપુતારા 108 એમ્બ્યુલન્સના ઈએમટી માર્થાબેન બહાદુર તથા પાયલોટ મંગેશભાઈ દેશમુખે વિદ્યાર્થીઓને દરેક પ્રકારની ઈમરજન્સી સેવા, મેડિકલ ઈમરજન્સી સેવા, ટ્રોમાં ઈમરજન્સી, ડિલિવરી સેવાની જરૂરી તમામ સાધનસામગ્રીની માહિતી, 108 કોલની માહિતી, 108 એપ્લીકેશનની માહિતી તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા દર્દીની સારવાર અંગે સચોટ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...