તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેલાડ બુહારીના ખેડૂતના ખેતરમાંથી ગિલોડીના 100 વેલા કાપી નંખાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામના એક ખેડૂતે રોપેલા 100 જેટલા ટીંડોળીના વેલા કોઈ ટીખળખોળ દ્વારા રાત્રિના સમયે ઈરાદા પૂર્વક કાપી ખેડૂતને નુકશાન પહોંચાડી ગયાં છે. ઘણાં સમયથી ટિખળખોરો ખેડૂતોને ખેતરોમાં નુકશાન પહોંચાડી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

વાલોડના ગામોમાં કેટલાક સમયથી તસ્કરો ચોર ઈસમોએ ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યા છે. ખેતરમાં તૈયાર શાકભાજી પાકને રાત્રિના ચોરી બારોબાર વેચાણ કરી રહ્યા હોવાની બુમ ઉઠી છે. પેલાડબુહારી રહેતા ખેડૂત વિજયભાઈ પટેલ ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવે છે. તેમની જમીન પેલાડબુહારીના નિશાળ ફળીયામાં આવેલી જમીનમાં ગલોડીનો માંડવો બનાવ્યો છે. એક વિંઘા ખેતરમાં અંદાજીત 100 ગલોડીના વેલા કાપી નાખ્યા હતાં. જેમાં હાલમાં પાકની શરૂઆત થઈ ગઈ છે. માંડ આવકની શરૂઆત થઈ હતી અને એવા જ સમયે ટીંડોળાના વેલા મૂળ નજીકથી કાપી નાંખ્યા હતાં. ખેડૂતોને મોટું નુકસાન કરી ગયાં હતાં. વિજયભાઈ પટેલે ખેતરમાં ગલોડીના ખેતરમાં હાલમાં જ છાંણિયું ખાતર નાખીને દવા, બિયારણ,ખાતર નાંખીને તૈયાર કરવામાં આવ્યો હતો અને એવા સમયે જ ખેતરમાં પાકની તૈયારી થતાં વેલા કાપીને ભાગી જતાં જ ખેડૂતના મૌઢામાં આવેલો કોળીયો છિનવાઈ જતાં જ ખેડૂતોમાં ભભુકતો રોષ ફેલાયો છે.

કોઇ ચોર ઈસમોએ ઈરાદાપૂર્વક માંડવા પરના વેલા કાપી નાંખીને પાકને નુકસાન કર્યું

દ્વેષભાવને લીધે આર્થિક નુકશાન પહોંચાડ્યું

ભરતભાઇ પટેલ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતાં એ સમયે માંડવા પર નજર પડતા વિજય પટેલને જાણ કરી હતી.ખેતરમાં જોતાં જ વેલાને નુકશાન પહોંચાડી ગયું હતું. માંડ આવકની શરૂ થતાં જ ઈર્ષ્યા દ્રેષભાવથી નુકશાન પહોચાડતાં બદઈરાદાથી કરવામાં આવ્યું હોય એવી પ્રતિતિ થઈ રહી છે.

શાકભાજી ચોરીના વધતા બનાવો

ઘણાં સમયથી આ પંથકમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યા છે અને શેરડીના ખેતરોમાંથી ચીમડી કાપી વેચાણ કરવું, પરવર, ટિડોળા, વેગણ, ભીડા ખેતરમાં પડેલ પાઈપ, કેબલ વેચી રોકડી કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. બેખોફ શાકભાજીની ચોરી કરી વેચાણ કરતાં ચોરોને પોલીસ ઝબ્બે કરએવી લોક માંગ ઉઠી છે.

હવે પછી વેલા તૈયાર થતાં બે મહિના લાગશે

મારા ખેતરમાં જ ટીંડોળાના માંડવામાં છાણિયુ ખાતર નંખાવ્યુ હતું. માંડ તૈયાર પાક થયો અને આવક પણ ન લઈ શકયા અને વેલા કાપી જતાં મોટું નુકસાન થયું છે. હવે પછી આ વેલા તૈયાર થતાં બે મહિનાથી વધારે સમય નીકળી જશે, જેથી આર્થિક નુકશાન થયું છે. > વિજયભાઈ આઈ.પટેલ, ખેડૂત, પેલાડબુહારી.

_photocaption_પેલાડબુહારી ખાતે કાપી નાંખેલ વેલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો