તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહની વેલી રિસૉર્ટમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરા નગર હવેલીમા લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ પ્રશાસન સખ્ત કાર્યવાહી કરી રહ્યુ છે.જેના ભાગરૂપે એક્સાઇઝ વિભાગે ખેડપા ગામે આવેલી વેલી રિસૉર્ટમાંથી આશરે 10 લાખનો દારૂ ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર એક્સાઇઝ વિભાગના અધિકારી નિલેશ ગુરવને સૂચના મળી હતી કે, ખેડપા ગામે વેલી રિસોર્ટમાં નિયમથી વધુ ગેરકાયદે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમી આધારે એક્સાઇઝ ઇન્ચાર્જ મિહિર જોશીએ એમની ટીમ સાથે રિસોર્ટ પર છાપો માર્યો હતો. તપાસમાં અંદાજીત 10લાખ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવતા જે પરમિટ કરતા વધુ હોય દારૂનો આ જથ્થો જપ્ત કર્યો હતો સાથે વેલી રિસોર્ટનું લાયસન્સ પણ રદ કરી દીધુ હતું. આ જગ્યા પર સ્ટોક કરતા વધારે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેના પર એક્સાઇઝ વિભાગે કાર્યવાહી કરી માલ જપ્ત કર્યો હતો.આ કેસમાં આગળની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...