તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લામાં 10થી 20 જાન્યુ. સુધી પશુપંખીઓને બચાવવા કરૂણા અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને પતંગ દોરી સહિત પ્રતિબંધિત ચાઇનીઝ માંજા, તુક્કલ/ફાનસ વગેરેને કારણે ધાયલ થતા અબોલ પશુપંખીઓને બચાવવા માટે અમલી કરૂણા અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લામાં પણ રાજ્ય સમસ્તની જેમ આગામી 10થી 20મી જાન્યુઆરી દરમિયાન અભિયાન અમલી બનાવાયુ છે.

ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પશુ-પક્ષીઓના બચાવ થાય અને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સબંધિત અધિકારીઓને કલેકટર ડામોરે અનુરોધ કર્યો હતો. નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે કરૂણા અભિયાન અંગે પ્રજાજનોમાં વ્યાપક જનચેતના જગાવી શકાય તે માટે સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગરેના સહયોગથી વન વિભાગ દ્વારા તમામ રેંજને આવરી લીધી હોવાનું પણ જણાવ્યું હતું. પતંગ દોરી વગેરેથી ઘાયલ થતા મુંગા પશુપંખીઓની તાત્કાલિક સારવાર કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા હેલ્પલાઇન નંબર 1962 પણ જારી કરાયો છે.

આ ઉપરાંત ડાંગ વન વિભાગના ટેલિફોન નંબર 02631-220305 (કંટ્રોલ રૂમ) ઉપર પણ ઘાયલ પશુપંખીઓની વિગતો આપી શકાશે. વન વિભાગની 16 રેંજ ઓફિસો આ અભિયાનમાં મદદરૂપ થઇ શકે તે માટે વન અધિકારીઓ તેમની ટીમ અને વાહન સાથે સેવારત રહેશે. પશુ એમ્બ્યુલન્સ અભિયાનમાં અગ્રેસર કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો