તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશી તમંચા- કારતૂસ સાથે સોળસુંબાથી 1ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણી જાહેર થતા અસામાજીક તત્વો ગેરકાયદે હથિયારનો ઉપયોગ કરી કોઇ ગુનો ન આચરે તે અટકાવવા જિલ્લા એલસીબીની ટીમ બુધવારે ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પો.કો.રીતેશ ચમન અને સ્વપ્નીલ હેમંતને મળેલી સંયુક્ત બાતમીના આધારે સોળસુંબા ગોલ કેન્ટીન પાસેથી આરોપી બાબુ નાગેશ પવાર રહે.કલવા ઝુપડપટ્ટી મહારાષ્ટ્રના કબજામાંથી કાળા કલરની બાઇક નં.એમએચ-03-સીજે-5439 કિં.રૂ.50,000 અને એક મોબાઇલ કિં.રૂ.1000 તતા એક દેશી તમંચા સાથે એક જીવતા કારતૂસ કબજે કરાયો હતો. ચુંટણી સંબંધી જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(1-બી)એ અને જીપી એક્ટ કલમ 135 મુજબ ઉમરગામ પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ તેમને સોંપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...