દાદરીમાં કાર ઝાડ સાથે અથડાતાં 1નું મોત, અરનાલાના સરપંચને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડીથી નાનાપોઢા રોડ પર નેવરી દાદરી ફળિયા પાસે સ્વિફ્ટ કારમાં સવાર અરનાલાગામના સરપંચે કોઈ કારણસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી આમલીના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં સરપંચ સાથે બેસેલા ગામના આધેડ વયના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે સરપંચને પગના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજા થતાં 108 મારફતે પારડી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

અરનાલાગામે નદી ફળિયા ખાતે રહેતા ગામમાં સરપંચ તરીકે સેવા આપતા સુરેશભાઈ સાપુરભાઈ પટેલ બુધવારના રોજ બપોરે પોતાની સ્વિફ્ટ કાર નં જી જે 15 સીએ 6069માં તેમના ગામમાં પારસી ફળિયા ખાતે રહેતા ધીરુભાઈ છનાભાઈ પટેલ ઉવ 65 લઇ પારડીથી નાનાપોઢા રોડ પરથી પસાર થતાં હતા ત્યારે નેવરીગામે દાદરી ફળિયા પાસે કારના સ્ટેરિંગ પરથી કોઈ કારણસર સરપંચ સુરેશભાઈએ કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી આમલીના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ અકસ્માતમાં કાર ભુક્કો બોલાઈ ગયો હતો અને કારમાં સવાર ધીરુભાઈને માથામાં ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.જ્યારે સરપંચને પણ ગંભીર ઇજા પહોચતા 108 મારફતે પારડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...