તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામના ભૈરવી મંદિર પાસે અકસ્માતમાં 1નું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરગામના ભૈરવી શનિદેવ મંદિર સામે બાઈક અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પેલાડી ભૈરવી માતા ફળિયામાં રહેતા નટુભાઈ જગનભાઈ પટેલ સવારે 8.30 વાગ્યાના સમયે શનિદેવ મંદિરથી પાણી ભરીને તેમની પ્લેઝર મોપેડ (નં. જીજે-21-એઇ-5201) ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતા હોન્ડા યુનિકોન બાઈક (નં. જીજે-15-એએમ-5864)ના ચાલકે પોતાનું વાહન હંકારી લાવી મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોપેડના ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે છીબુભાઈ ગોવનભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મોપેડ પર પાણી રોડ ક્રોસ કરતા ઘટના બની

અન્ય સમાચારો પણ છે...