તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોપેડમાં દારૂની છૂપાવી ખેપ મારતા વાપીથી 1 ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોપેડના ફાઇબર બોડીમાં દારૂની 150 બોટલ ફિટ કરી ખેપ મારતો એક યુવક એલસીબીના હાથે વાપી ટાઉન વિસ્તારથી ઝડપાયો હતો.

એલસીબીની ટીમે બુધવારે વાપી જૂના ગરનાળા પાસેથી બાતમીના આધારે એક મોપેડ ચાલકને અટકાવી ચકાસણી કરતા મોપેડના ફાઇબરમાંથી દારૂ મળી આવ્યો હતો. વલસાડ રાખોડિયા તળાવમાં રહેતો આરોપી સુરેશ ઉર્ફે મુન્નો કિશોર પટેલે જણાવ્યુ હતું કે, દમણના એક વાઇન શોપ પાસે ગ્રાઉન્ડમાં મોપેડના તમામ ફાઇબર સ્ક્રૂથી ખોલીને અંદર બીયર અને દારૂ ફિટ કર્યા બાદ આખી બોડીને પેક કરીને તે હેરાફેરી કરતો હતો. આરોપી સુરેશની ધરપકડ બાદ અક્ષય પટેલ, મનીષ અને મહેન્દ્ર ઉર્ફે લોમડી નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસને સોંપાઇ હતી.

દમણની હદને લાગેલા વાપીથી ગુજરાતમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓ દારૂ સંતાડી લઇ જવા માટે અનેક પ્રકારના કમીિયા અજમાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો