ભરૂચની ૬૪ બૂટલેગર મહિ‌લા વ્યવસાય કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની ૬૪ બૂટલેગર મહિ‌લા વ્યવસાય કરશે
વિકટ પરિસ્થિતિઓમાં જીવતી મહિ‌લાઓના પુર્નવસન માટે પોલીસનો નવતર અભિગમ
ફળફાળદી, શાકભાજી, કટલરી સામાન તથા ચાની લારી ખોલવા બેંકો આર્થિ‌ક સહાય કરશે


ભરૂચ: ભરૂચ શહેર તથા જિલ્લામાં ગુનાહિ‌ત તથા વિકટ પરિસ્થિતિઓમાં જીવતી મહિ‌લાઓના પુર્નવસન માટે પોલીસ તંત્રએ એક નવતર અભિગમ અપનાવ્યો છે જે અંતર્ગત ૬૪ મહિ‌લા બુટલેગર ગુનાખોરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કરશે. મહિ‌લા બૂટલેગરો તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે જીએનએફસી કંપની તથા બેંકો તરફથી તેમને આર્થિ‌ક સહાય કરાશે.પોલીસ તથા પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાઇ તે માટે સુરક્ષા સેતુ સોસાયટી તરફથી અવનવા પ્રયાસો કરવામાં આવી રહયાં છે. ભરૂચ જિલ્લામાં દારૂનું વેચાણ કરતી મહિ‌લાઓ બુટલેગરો ગુનાખોરી છોડી પોતાનો વ્યવસાય કરીને સમાજમાં માન અને સન્માન સાથે જીવી શકે તે માટે જિલ્લા પોલીસવડા બિપિન આહિ‌રેએ નવતર અભિગમ અપનાવ્યો છે. મહિ‌લા બુટલેગરોને ગુનાખોરીની દુનિયામાંથી બહાર લાવવા માટે તેમને આર્થિ‌ક રીતે પગભર બનાવવાની દિશામાં પોલીસે મહિ‌લા સ્વનર્ભિર યોજનાનું અમલીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

આ યોજના અંતર્ગત મહિ‌લા બૂટલેગર્સને વ્યવસાયલક્ષી તાલીમ આપી તેઓ પોતાનો વ્યવસાય કરે તે માટે જાગૃત કરવામાં આવી છે. બુટલેગર મહિ‌લાઓ શાકભાજીની લારી, ચાની લારી કે કટલરીના સામાનનું વેચાણ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે તેમને પોલીસતંત્રએ પ્રોત્સાહિ‌ત કરી છે. જીએનએફસી સ્પોર્ટસ કોમ્પલેકસ ખાતે જિલ્લા પોલીસવડા બિપિન આહિ‌રેની આગેવાનીમાં બેઠક મળી હતી જેમાં બૂટલેગર મહિ‌લાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહિ‌લાઓ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે તેમને જીએનએફસી કંપની તરફથી પ૦ ટકા રકમની આર્થિ‌ક સહાય કરાશે. જયારે બાકીના પ૦ ટકાની રકમ માટે બેંકો તેમને ઓછા વ્યાજ દરે લોન આપશે.

જીએનએફસી પ૦ „ રકમની સહાય કરશે
ભરૂચ જિલ્લાની ૬૪ મહિ‌લા બૂટલેગર્સએ વ્યવસાય શરૂ કરવાની તૈયારી દાખવી છે. તેમને વ્યવસાય માટે જીએનએફસી કંપની તરફથી પ૦ ટકા રકમની સહાય કરાશે જયારે બેંકોમાંથી બાકીની રકમ માટે લોન આપવામાં આવશે. નામાંકિત બેંકોએ મહિ‌લાઓને રાહતદરે લોન મળી રહે તે માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. લોન મંજૂર થઇ જતાં આ બહેનો પરિવર્તનશીલ મહિ‌લાના નામકરણ સાથે તેમના વ્યવસાયની શરૂઆત કરશે. - અનીશ પરીખ, સભ્ય, સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચ

મહિ‌લાઓએ નોકરીના બદલે વ્યવસાયમાં રસ દાખવ્યો
ભરૂચ પોલીસે મહિ‌લા બુટલેગરોને આર્થિ‌ક રીતે પગભર કરી તેમને ગુનાખોરીની દુનિયમાંથી બહાર લાવવા માટે દોઢ વર્ષ પહેલાંથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં જેમાં ૧૬પ મહિ‌લા બુટલેગરોને પોલીસની યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ મહિ‌લાઓને કેટરિંગ, સિવણ કલાસ તથા કોમ્પ્યુટરની તાલીમ સહિ‌તની રોજગારી સુચવાઇ હતી પણ મહિ‌લાઓને તેમાં રસ પડયો ન હતો જેથી તમામ મહિ‌લાઓનું કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં તેમણે પોતાના વ્યવસાય શરૂ કરવામાં ઉત્સુકતા દાખવી હતી. આમ જીએનએફસીની લેડીઝ કલબની મદદથી ૬૪ મહિ‌લાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તૈયાર થઇ છે.

સમાજમાં માન સન્માન સાથે જીવવા માંગીએ છીએ
પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઇ વિકલ્પ નહિ‌ હોવાથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો છે. અમે પણ સમાજમાં માન સન્માન સાથે જીવવા માંગીએ છીએ. પોલીસતંત્રએ રોજગારી માટે વ્યવસાય કરવાની તક પૂરી પાડી છે ત્યારે અમે પણ પોતાનો વ્યવસાય કરી પગભર બની શકીશું.