તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાના પાણીના મુદ્દે મહિ‌લાઓનો પાલિકા કચેરી ઉપર સૂત્રોચ્ચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના રેઢિયાળ તંત્ર સામે રોષ વ્યકત કરી સમસ્યા ઉકેલવા રજુઆત કરી

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં નન્નુમિયા વિસ્તારમાં પીવાના પાણી માટે સર્જા‍યેલી મુશ્કેલીના પગલે આ વિસ્તારની મહિ‌લાઓએ નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડી શાસકો વિરૂદ્ધ સુત્રોચ્ચાર પોકારી પાણીની જરૂરિયાત માટે ઉગ્ર રજૂઆત કરી હતી. પીવાના પાણીની કટોકટીથી એક પખવાડીયામાં નન્નુમીયા વિસ્તારની મહિ‌લાઓને બીજી વખત પાલિકામાં મોરચો માંડી રજૂઆત કરવાની ફરજ પડી હતી
ભરૂચ શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારમાં આવેલાં નન્નુમિયા ખાતે રહેતાં પરિવારજનો છેલ્લાં કેટલાંય સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

વિસ્તારના આગેવાનો દ્વારા અવારનવાર નગરપાલિકા સત્તાધિશોને તેમની સમસ્યાના નિરાકરણ માટે જણાવવા છતાં સત્તાધિશોના પેટનું પાણી પણ હાલતું નથી. વપરાશના પાણી સહિ‌ત પીવાના પાણીની પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાથી વિસ્તારની મહિ‌લાઓનો રોષ જ્વાળામુખી બનીને ફાટી નીકળ્યો હતો. નન્નુમિયા વિસ્તારની મહિ‌લાઓએપાલિકા કચેરી ખાતે મોરચો માંડી શાસકો સામે તેમના રેઢિયાળ વહિ‌વટ અંગે સુત્રોચ્ચાર પોકારી પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે રજૂઆત કરી હતી.