જોતજોતામાં લાખો રૂપિયાના દારૂ પણ ફરી વળ્યું ભારેખમ બુલડોઝર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તવરામાં રૂ. ૫૩ લાખના દારૂ પર બુલડોઝર ફેરવાયું
એસ.ડી.એમ., ડીવાયએસપી સહિત અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો
ભરૂચ ડિવિઝન, વાગરા પોલીસ મથક તેમજ રેલવે પોલીસ દ્વારા વિવિધ કેસમાં ઝડપી પાડેલાં કુલ રૂ. ૫૩ લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર સોમવારે તવરાની સીમમાં એસ.ડી.એમ., ડિવાયએસપી, સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.
ભરૂચ તાલુકાના તવરા-કરમાલી ગામની સીમમાં સરકારની પડતર જમીન ઉપર આજે સોમવારે જિલ્લાના કુલ ૯ પોલીસ મથકમાં છેલ્લાં બે વર્ષમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.