તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Village Near Gujarat Maharashtra Border Flooded Like Uttarakhand

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા બે ગામોમાં ઉત્તરાખંડવાળી થતા રહી ગઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બે ગામોમાં મધરાતે થયેલા ભારે વરસાદ વચ્ચે પહાડોમાંથી એકાએક ધસી આવેલા પાણીનો પ્રચંડ પ્રવાહ ૧૦૦ થી વધુ ઘરોમાં ઘુસી જતા ભારે તબાહી સર્જી હતી. મધરાતે જ ગ્રામજનોએ તેમના પરિવાર અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી.

સાગબારા તાલુકાના છેવાડે આવેલા નવાગામ અને જાવલીમાં મધરાતે તૂટી પડેલા ભારે વરસાદ વચ્ચે પહોડોમાંથી પાણીના ધસી આવેલા પ્રચંડ પ્રવાહને કારણે ભારે ખાનાખરાબી સર્જા‍ઇ છે. બન્ને ગામોના ૧૦૦ થી વધુ ઘરોમાં પાંચથી ૬ ફૂટ સુધી પાણી ભરાય જતા ઘરવખરી, અનાજ સહિ‌તની ચીજવસ્તુઓ તણાઇ જવા સાથે ભારે નુકસાની પહોંચી છે.

વરસાદે સર્જેલ તારાજી અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...