હાંસોટના કતપોરમાં મજૂરીના નાણાના ઝઘડામાં ૧ની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુમલાખોરને પણ ઇજા પહોંચતા સારવાર માટે સિવિલમા ખસેડવામાં આવ્યો

હાંસોટ તાલુકાના કતપોર ગામે એક જ જ્ઞાતિના બે વ્યકિતઓ વચ્ચે મજૂરીના નાણાની લેવડદેવડ મુદ્દે ઝઘડો થતાં એક મજૂરે અન્ય પર હુમલો કરતા ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું . અન્ય વ્યકિતને પણ ઇજા પહોંચતા ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ હાંસોટ તાલુકાના કતપોર ગામના રાઠોડ ફળિયામાં રહેતા આરોપી ગોમાનભાઈ મેલાભાઈ રાઠોડે મૃતક સુકાભાઈ બાલુભાઈ રાઠોડના ઘરના નળિયા ગોઠવ્યા હતાં.

નળિયા ગોઠવવાની મજુરીના રૂા. ૧૨૦ લેવાના બાકી હતા. આ બાબતે સુકાભાઈ નાણા આપવા બાબતે વાયદા કર્યા કરતો હતો. ગત રાત્રિના તે રીષ રાખી ગોમાનભાઈ
મેલાભાઈએ ઝઘડો કરી ગાળો આપી પેટના ભાગે છરાનો ઘા મારી દેતા તેને ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું.. આ ઝઘડામાં હુમલાખોર ગોમાનભાઈને પણ ગંભીર ઈજાઓ થતાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતની તપાસ હાંસોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.ગઢવી ચલાવી રહ્યાં છે.