અંકલેશ્વર વાલિયા ચોકડી પર ટ્રક-બસ ભટકાતા ૪ના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ભટકાયેલ બસ )

અંકલેશ્વર વાલિયા ચોકડી પર ટ્રક-બસ ભટકાતા ૪ના મોત
અકસ્માતમાં પાનોલીની એગ્રોપેક કંપનીના બે કામદારો મોતને ભેટતા કામદાર વતૃળમાં શોક
અકસ્માત બાદ નાસી છુટેલા બસચાલકની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન


અંકલેશ્વર: અંકલેશ્વર વાલિયા ચોકડી પર રવિવારે સવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જા‍યો હતો. જેમાં બસ ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં ચોકડી પર ઉભેલા ર રાહદારીઓ અને એક સુતેલા ઈસમ પર ટાયર ફરી વળતા સ્થળે મોત નીપજવા પામ્યું હતું. જયારે ર ને ઈજાઓ સાથે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ફરાર બસ ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.જન્માષ્ટમીની સવારે ૬.૩૦ વાગ્યાના સુમારે વાલિયા ચોકડી નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માતમાં ૪ નિર્દોષ માનવીએ જીવ ગુમાવ્યો હતો.

જયારે ર વ્યકિતને ઈજાઓ પહોંચવા પામી હતી. બનાવની વિગતો અનુસાર વાલિયા તરફથી આવી રહેલી જી.જે. ૧૬ ઝેડ ૧૧૮૦ નંબરની બસને વડોદરા તરફથી સર્વિ‌સ રોડ પર આવી રહેલી એપી.ઓવાય૪પ૦પ નંબરના ટ્રકના ચાલકે ટક્કર મારતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડ પર ઉભેલા પાનોલીની એગ્રોપેક કંપનીના ૨ કર્મચારી અને એક સુતેલા ભિક્ષુક જેવા ઈસમ અને રાજસ્થાનના રાહદારીનું દમિસમોત નીપજવા પામ્યું હતું. અન્ય બે ઈસમોને ઈજા પહોંચી હતી. બસ રોડ વચ્ચે બ્રિજનું ગાર્ડન રેલિંગ તોડી તેના પર ચઢી ગઈ હતી. જયારે બસ ચાલક અકસ્માત સર્જયા બાદ બસ મુકી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી નજીકમાં આવેલી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને થતા પો.ઇ.પી.એલ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે યાદ આપવું રહ્યું કે થોડા સમય અગાઉ પાનોલી નજીક પણસર્જા‍યેલા ગમખ્વાર અકસ્માતમાં પમ ૧૧થી વદુ કામદાઞ ભોગ બન્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદી જાણવા માટે આગ આગળ ક્લિક કરો....