તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિવાસી સમાજ વરસાદ અને ધાન્યની આજે કરશે આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આદિવાસી સમાજ વરસાદ અને ધાન્યની આજે કરશે આગાહી
- પવનની દિશા, પ્રમાણ, વરસાદ અને ખેતીની આગાહી કરવામાં આવે છે
- આગાહીના આધારે વિસ્તારના આદિવાસી ખેડૂતો ધાન્યની પસંદગી કરે છે


આદિવાસી સમાજમાં રજવાડા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ મહાશિવરાત્રિનાં બીજા દિવસે પાંડોરી માતાની પાલખી દેવમોગરાથી એક કિલોમીટર દૂર આવેલા માતાજીના ગઢ મઢમોગરા ખાતે લઇ જવાય છે. જયાં પવન, વરસાદ અને ખેતી આગામી વર્ષે કેવી રહેશે તેની આગાહી કરવામાં આવે છે. જેના આધારે આદિવાસી ખેડૂતો ધાન્યની ખેતી પસંદ કરે છે.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર, રજવાડા સમયથી આદિવાસી પંથક નર્મદા જિલ્લામાં અનોખી પરંપરા ચાલતી આવે છે. મહાશિવરાત્રિએ શિવના સ્થાને શકિત સ્વરૂપ પાંડોરી માતાની પૂજા-અર્ચના કર્યા બાદ બીજા દિવસે માતાજીને સ્નાન માટે મંદિરમાંથી બહાર લઇ જવાઇ છે.

સાગબારા તાલુકાના જ નદી કિનારે આવેલા મઢમોગરાને માતાજીનો ગઢ માનવામાં આવે છે. જયાં રજવાડા સમયથી રાજવી પરિવારો દ્વારા માતાજીની પાલખીને લઇ જઇ સ્નાન અને વિશેષ પૂજા બાદ આગામી વર્ષ માટે વરસાદ, પવન અને ખેતીનો વર્તારો કેવો રહેવાની આગાહી કરવામાં આવે છે. પવનની દિશા, પ્રમાણ, વરસાદ અને ખેતીની આગાહી કરવામાં આવે છે. તેના આધારે વિસ્તારના આદિવાસી ખેડૂતો ધાન્યની પસંદગી કરે છે.

વરસાદ અને ખેતીની આગાહી કરવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા
નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિના બીજા દિવસે પાંડોરી માતાજીની પાલખી મઢમોગરા ખાતે આવેલા માતાજીના ગઢમાં લઇ જવામાં આવે છે. જયાં સ્નાન, પૂજાવિધી પૂર્ણ થયા બાદ આગામી વર્ષ માટે હવામાન અને વરસાદનો વર્તારો કવો રહેશે તેની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આગાહી કરવામાં આવે છે. જેના આધારે આદિવાસી ખેડૂતો ધાન્યની પસંદગી કરે છે. - નાનસિંગ વસાવા, ટ્રસ્ટી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો