તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચઃ ટ્રાવેલ્સના માલિકની કરોડો રૂપિયાની મિલકત બની હત્યાનું કારણ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટ્રાવેલ્સ માલિકના હત્યા કેસમાં પોલીસની મુંબઇમાં તપાસ
- ભેદભરમઃ સુનીલ તાપિયાવાલાની જિલ્લામાં કરોડોની મિલકત પણ હત્યા પાછળ કારણભૂત બની હોવાની પોલીસને આશંકા
- કોલ ડિટેઇલ અને ફોનબુક ઉપરથી પગેરુ મેળવવા પ્રયાસ
- હત્યામાં કોઇ પરિચિત વ્યક્તિઓની સંડોવણી હોવાની પોલીસને શંકા
- રહસ્ય મય હત્યાનો ભેદ ઉકેલવા કમર કસતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ


ઝી ટ્રાવેલ્સના માલિક સુનિલ તાપીયાવાલાની હત્યા પ્રકરણમાં અંગત અદાવત ઉપરાંત ભરૂચ જિલ્લામાં જ આવેલી તેઓની કરોડો રૂપિયાની મિલકતો પણ હત્યા માટે કારણભૂત બની હોવાની પોલીસ દ્વારા બળવત્તર આશંકા સેવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની કાર, દસ્તાવેજો તેમજ મળી આવેલા સિમકાર્ડ સાથેના મોબાઇલ ફોનનાં આધારે હત્યાનું પગેરૂ મેળવવા ભરૂચ જિલ્લા પોલીસની એક ટીમ મુંબઇ રવાના થઇ છે.

ભરૂચની ગુજરાત ગેસ કંપની પાછળ આવેલી આનંદ મંગલ સોસાયટીમાં રહેતા ઝી ટ્રાવેલ્સ અને ઇલેકટ્રોનિકસના માલિક સુનીલ તાપીયાવાલા હત્યા પ્રકરણમાં જિલ્લા પોલીસને રેલવે ગોદી રોડ ઉપરથી બિનવારસી મળી આવેલી મારૂતી ઝેનમાંથી હાથ લાગેલા દસ્તાવેજો, સિમકાર્ડ સાથેના મોબાઇલ અને અન્ય કેટલાક જરૂરી કાગળના આધારે પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

જિલ્લામાં મોટાપાયે ધમધમતા ટ્રાવેલ્સના વ્યવસાયમાં સુનિલ તાપીયાવાલા પાસે ભરૂચમાં રહેલી કરોડોની જમીન, ફલેટ અને બંગલા હત્યાની ઘટના પાછળ કારણભૂત બન્યા હોવાની પોલીસની આશંકા બળવત્તર બની રહી હોવાથી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસને હત્યાની તપાસ દરમિયાન મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની કારમાંથી મળી આવેલા સાઢુભાઇ સચીનના દસ્તાવેજો, મોબાઇલ ફોનમાં રહેલા સસ્પેકટેડ નંબરો આઇડેન્ટીફાય કરી હત્યાનું પગેરૂ મેળવવા બુધવારે એક ટીમ મુંબઇ રવાના કરવામાં આવી હતી.

સોમવારે રાતે ૧૨.૩૦ કલાકે સુનિલ તાપીયાવાલાના ઘરનો ડોર બેલ વગાડી અંદર ઘુસેલા ૩ હત્યારાઓએ નિર્મમ હત્યા કર્યા બાદ તેમની પત્ની હિ‌રવાબેનને ગળામાં સ્ક્રૂ ડ્રાઇવર ઘુસાડી ૭પ૦૦૦ના દાગીનાની લૂંટ કર્યા બાદ બન્ને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઇ સોસાયટીઓના પાડોશીઓની નજર સામે જ ફરાર થઇ ગયા હતા. સમગ્ર હત્યા અને લૂંટની ઘટનામાં ધંધાકીય અદાવત, કરોડોની મિલકતને ધ્યાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નિકટના કોઇ પરિચીત વ્યકિતઓ દ્વારા જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકાના આધારે હત્યા પાછળ કારણભૂત હોય શકે તેવા તમામ પાસાઓ ઉપર નજર કેન્દ્રીત કરવામાં આવી રહી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...