તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ખરીદદારોએ સર્જ્યો ટ્રાફિક જામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રી તથા શરદપિૂર્ણમાના તહેવારોની દબદબાભેર ઉજવણી બાદ હવે પ્રકાશના પર્વ દિવાળીને આવકારવા જિલ્લાવાસીઓ થનગની રહ્યાં છે. દીપાવલી પૂર્વે બજારોમાં ખરીદી નીકળતાં વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં દિવાળીના તહેવારના વધામણા લેવા પ્રજાજનો સજ્જ બન્યા છે. દીપાવલી પૂર્વે શહેરના બજારોમાં ખરીદી માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રેડીમેડ કપડાં તથા બુટ-ચંપલનું વેચાણ કરતી દુકાનોમાં ઘરાકી જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ તેમની દુકાનોને દુલ્હનની જેમ શણગારી છે.

દિવાળી આવતાની સાથે શહેરમાં સેલનો રાફડો ફાટી નીકળ્યો છે. દિવાળીની શાન ગણાતા ફટાકડાનું પણ ધૂમ વેચાણ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઇ ગયું છે. દિવાળીના તહેવારોમાં મીઠાઇની માંગને પહોંચી વળવા હલવાઇઓએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. દિપાવલીમાં સુકા મેવાની માગમાં વધારાને ધ્યાનમાં રાખી વેપારીઓએ ઓર્ડર આપી દીધા છે. દિવાળીની ખરીદી માટે જિલ્લાની પ્રજા બજારોમાં ઉમટી પડતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં તેજીનો તોખાર જોવા મળતાં વેપારીઓ હરખાયા છે.