રાજ્યના વિકાસ મોડલને દુનિયાએ પણ સ્વીકાર્યુ છે:ગૃહ રાજયમંત્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના વિકાસ મોડલને દુનિયાએ પણ સ્વીકાર્યુ છે:ગૃહ રાજયમંત્રી
જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની આમોદમાં ગૃહમંત્રી રજનીકાંત પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન


આમોદ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૧૩ વર્ષના કાર્યકાળમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે અને આજે દેશ તેમજ દુનિયાએ ગુજરાતના વિકાસ મોડલને સ્વીકાર કર્યો છે તેમ રાજયના ગૃહમંત્રી રજનીકાંત પટેલે આમોદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત યોજાયેલાં ધ્વજવંદન સમારંભમાં જણાવ્યું હતું. ભરૂચના જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારંભની આમોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ તાલુકાના વિકાસ માટે રૂા.૨પ લાખનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો.આમોદ ખાતે તિરંગાને સલામી આપ્યાં બાદ રાજયના ગૃહમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, રાજયના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૧૩ વર્ષના શાસનકાળમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે અને દેશ તથા દુનિયાએ ગુજરાતના વિકાસ મોડલનો સ્વીકાર કર્યો છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગુજરાતના પ્રાણ પ્રશ્નોનું નિવારણ લાવી દીધું છે. પોતાના પ્રવચનમાં તેમણે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.