તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપીયાવાલા હત્યા પ્રકરણનું પગેરું ઉકેલવા રિકન્સ્ટ્રકશન કરતી પોલીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩ હત્યારા માત્ર ૨૬ મિનિટમાં જ ઘટનાને અંજામ આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા
હત્યાના ઘટના ક્રમનો તાગ મેળવવા કરાયેલા રિકન્સ્ટ્રકશનમાં પત્ની, સાળા અને બે પુત્રીએ રજૂ કરેલી ઘટનાને વર્ણી‍ લેવાઇ
ભરૂચ શહેરના ઝી ટ્રાવેલ્સના માલિકના ઘરે સોમવાર રાતે ત્રાટકેલા બુકાનીધારી ૩ લૂંટારૂઓએ તિક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળું કાપી ઘાતકી હત્યા કર્યા બાદ ચલાવેલી લૂંટમાં શનિવારે એલસીબી અને એ ડિવિઝન પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રકશન કરી સમગ્ર હત્યા પ્રકરણનો ઘટના ક્રમ તેમજ સમયનો ચિતાર મેળવ્યો હતો.
ભરૂચ એ ડિવિઝન પીઆઇ આર.ડી.ઓઝા, એલસીબી પોસઇ બી.બી.બારડ સહિ‌તના સ્ટાફે હત્યા પ્રકરણનું રિકન્સ્ટ્રકશન કરી કેટલા સમયમાં ૩ હત્યારાઓએ સુનિલ તાપીયાવાલાના ઘરમાં પ્રવેશ્યા બાદ તેમની હત્યા કરી, બન્ને બાળકીઓને બાનમાં લઇ પત્ની, સાળા અને સોસાયટીના રહીશોની નજર સમક્ષ ફરાર થઇ ગયા હતા તેનું પણ અવલોકન કર્યું હતું.
૩ હત્યારાઓએ સુનિલ તાપીયાવાલાના ઘરમાં ડોરબેલ વગાડી પ્રવેશથી લઇ તેમની હત્યા કર્યા બાદ પત્ની હિ‌રવાને સ્ક્રૂ ડ્રાઇવરથી ગળામાં હુમલો કરી ચલાવેલી લૂંટ સહિ‌તનો ઘટના ક્રમ હત્યારાઓએ ૨૬ મિનિટમાં પાર પાડયો હોવાનું રિકન્સ્ટ્રકશનમાં બહાર આવ્યું હતું. મૃતક સુનિલભાઇનો સાળો હાર્દિક ૨૨ મિનિટની અંદર ઘરે પહોંચ્યો હોવાનું તારણ રિકન્સ્ટ્રકશનના આધારે લગાવવામાં આવી રહ્યું છે.