કળિયુગી પુત્ર: જન્મ આપનારી જનેતાને જ બેભામ માર માર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના જાવલી ગામે પુત્રે માતાને ફટકારી

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે કળિયુગી પુત્રે આમલીના વૃક્ષના લાકડાની બાબતે પોતાની જનેતા સાથે ઝગડો કરી તેને તેમજ તેના સગા ભાઇને માર મારતા સાગબારા પોલીસે મથકમાં ભાઇએ ભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સાગબારા તાલુકાના જાવલી ગામ ખાતે રહેતો આરોપી વિનોદ રેન્જાભાઇ વળવીએ તેની આમલીનો વૃક્ષ કાપેલ, જેના લાકડા તેની માતા લઇ આવી હતી જેથી તેણે ગુસ્સે થઇને પોતાની માતા ને જ માર માર્યો હતો. આરોપીના સગા ભાઇ દિલીપ રેન્જાભાઇ વસાવાને આ બનાવની જાણ થતા તેણે માતાને કેમ મારી એમ જણાવતા તમે લાકડા લઇ આવ્યા જેથી મે મારીનું સંભળાવ્યું હતું.

સગા ભાઇએ આમલીના વૃક્ષમાં પોતાનો પણ ભાગ હોવાનું જણાવતા વિનોદ વલવી ગુસ્સે થયો હતો અને પોતાના સગા ભાઇને ગાળો ભાંડી વાડમાંથી લાકડી કાઢી સપાટા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.