• Gujarati News
  • Rs 15.60 Lakh Electricity Theft Catches From Zagadiya And Palej

ઝઘડિયા અને પાલેજમાંથી રૂપિયા 15.60 લાખની વીજચોરી પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અગાઉ વીજ કંપનીના ચેકિંગમાં ધારાસભ્યનાં પુત્ર સહિત ૪૦૦ નાં ટોળાએ વીજ અધિકારીઓને ઘેરી લેતા સ્થિતિ વણસી હતી
- પોલીસ બંદોબસ્ત અને એસઆરપી સાથે વિજિલન્સ વિભાગની ૩૩ સ્કવોડએ મંગળવારે સવારથી પાડેલા દરોડા
- ડીજીવીસીએલ દ્વારા ૧૪૦ જોડાણોની ચકાસણી પૈકી ૧૭ જોડાણોમાંથી વીજ ચોરી ઝડપાઇ
ઝઘડિયામાં તાજેતરમાં વીજ ચેકિંગમાં આવેલી વિજિલન્સની ટીમો અને અધિકારીઓને ધારાસભ્ય સહિત ૪૦૦ નાં ટોળાએ ઘેરાવો કર્યાની ઘટના બાદ મંગળવારે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપી સાથે વિજિલન્સની ૩૩ સ્કવોડ ઝઘડિયા તેમજ પાલેજ ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી ૧૪૦ જોડાણોનાં કરેલા ચેકિંગમાં ૧૭ જોડાણોમાંથી રૂપિયા ૧૫.૬૦ લાખની વીજ ચોરી પકડી પાડી હતી.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમો અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમે તાજેતરમાં ઝઘડિયા તાલુકામાં પાડેલા વીજ દરોડામાં ધારાસભ્ય છોટુભાઇ વસાવાનાં પુત્ર દિલીપ વસાવા સહિત ૪૦૦ વ્યક્તિનાં ટોળાએ વીજ ચેકિંગની કામગીરી અટકાવી અધિકારીઓને ઘેરાવો કરતા સ્થિતિ તંગ બની હતી. વીજ કંપની દ્વારા આ અંગે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. મંગળવારે વીજ કંપનીની વિજિલન્સ વિભાગની ૩૩ સ્કવોડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપી જવાનો સાથે સવારથી ઝઘડિયા તેમજ પાલેજ ગામમાં ધામા નાખી તપાસ હાથ ધરી હતી.
આગળ ક્લિક કરો અને વાંચો વિવિધ સબડિવિઝનમાં પણ હાથ ધરાયેલુ ચેકિંગ
(તમામ તસવીરો: વીકી જોષી, ભરૂચ)