તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા
- કામરેજના શખ્સની ત્રણ ટ્રકો ડિટેઇન કર્યા બાદ તેને છોડવા પ૦ હજારની લાંચ માગી હતી
- નર્મદા જિલ્લાના ખાણ ખનિજ વિભાગનાં ઇન્સ્પેક્ટર લાંચ લેતાં ઝડપાતાં ફફડાટ


કામરેજના શખ્સની ત્રણ રેતી ભરેલી ટ્રકો ડિટેઇન કર્યા બાદ તેને છોડવા માટે પ૦ હજારની લાંચ નર્મદા જિલ્લાના ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરે માંગતા ટ્રક માલિકે એસીબીમાં ફરિયાદ કરતા ટીમે રોયલ્ટી ઇન્સ્પેકટર સહિ‌ત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

નર્મદા જિલ્લાના ખાણ-ખનિજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સાગર પંડયાએ કામરેજ સુરત તેમજ બોડેલીથી રેતી ભરી જતી ત્રણ ટ્રકોને ઝડપી પાડી હતી. ટ્રકોના માલિક કિશોર વણપરીયાનો સંપર્ક સાધ્યા બાદ સાગર પંડયાએ ટ્રક છોડાવવા માટે રૂા. પ૦ હજારની લાંચ માંગી હતી. જો લાંચના રૂા. પ૦ હજાર નહિ‌ આપે તો તેમની ત્રણ ગાડીઓને કુલ ૮૦ હજારથી વધુનો દંડ ફટકારવાની ધમકી પણ આપી હતી. જેના પગલે કિશોર વણપરીયાએ નર્મદા એસીબીના ઇન્સ્પેકટર પી.એસ.ભેંસાણીયાનો સંપર્ક સાધી તેમને હકીકતથી વાકેફ કર્યા હતા. જેના પગલે ઇન્સ્પેકટર ભેસાણીયાએ તેમની ટીમ સાથે આજે હરસિધ્ધિ માતાના મંદિર પાસે છટકું ગોઠવ્યું હતું.

જેમાં કિશોર વણપરીયાએ રોયલ્ટી ઇન્પેકટર સાગર પંડયાને ટેલિફોનિક જાણ કરતાં સાગર પંડયાએ તેના વતી નાણાંની ઉઘરાણી કરતા ટ્રાફિક બ્રિગેડ પ્રિતમ પરમારને નાણાં લેવા માટે જણાવ્યું હતું. જો કે પ્રિતમ તે સમયે વિસ્તાર બહાર હોવાના કારણે તેને રોહિ‌તવાસમાં રહેતા તેના મિત્ર ચિરાગ લક્ષ્મણ વણકરને જાણ કરી લાંચના નાણાં લેવા માટે જણાવ્યું હતું. જેના પગલે ચિરાગ હરસિધ્ધિ મંદિર પાસે ઉભેલા કિશોર વણપરીયાની કારમાં ગયો હતો.

જ્યાં ચિરાગે રૂપિયા ગણ્યા બાદ સાગર પંડયા સાથે નાણાંકીય વ્યવહાર થઇ હોવાની જાણકારી આપી હતી. જેને પગલે એસીબીની ટીમે ચિરાગ વણકરની ધરપકડ કર્યા બાદ રોયલ્ટી ઇનસ્પેક્ટર સાગર પંડયા તેમજ ટ્રાફિક બ્રિગેડ પ્રિતમ નગીન પરમારને પણ દબોચી લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો