પરણિતાને પ્રેમ સબંધ પડ્યો ભારે, અપરિણીત યુવાને પાંચ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આમોદની પરિણીતાએ યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
- પરિણીત મહિ‌લા અને અપરિણીત યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતો
- ગામમાં રહેતાં અપરિણીત યુવાને લગ્નની લાલચ આપી મહિ‌લા સાથે શારીરીક સંબંધ બાંધ્યો હતો
- પોલીસ દ્વારા આરોપી યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી


આમોદ તાલુકાના એક ગામની પરિણીત મહિ‌લાને લગ્નની લાલચ આપી પાંચ વર્ષ સુધી શારીરીક સંબંધ રાખી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પરીણિતાએ આમોદ પોલીસ મથકમાં નોંધાવતાં ચકચાર મચી છે. પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિ‌તી અનુસાર આમોદ તાલુકાના એક ગામે રહેતી પરીણિત મહિ‌લાને ગામમાં રહેતાં મુનીર આદા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી મહિ‌લાના પતિને લકવો થઇ જતાં તે પથારીવશ બની ગયો હતો. મુનીર આદાએ મહિ‌લાને તેના લકવાગ્રસ્ત પતિથી છુટાછેડા અપાવી લગ્ન કરવાનું વચન આપી તેની સાથે શારીરીક સંબંધ પણ બાંધ્યો હતો.

પાંચ વર્ષના પ્રેમસંબંધ તથા લગ્ન કરવાનું વચન આપ્યું હોવા છતાં મુનીરે આમોદની યુવતી સાથે સગાઇ કરી લેતાં પરિણીતાએ આમોદ પોલીસમથકમાં મુનીર આદા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી ૩૭૬(૧),પ૦૪, પ૦૬(૨) મુજબ ગુનો નોંધી મુનીર આદાની અટકાયત કરી હતી. બનાવની વધુ તપાસ જંબુસરના ડીવાયએસપી વાણિયાએ હાથ ધરી છે.

આ અંગે વધુ વાંચવા ફોટો બદલો..