ભરૂચ-નર્મદામાં રંગ જયંતીની ધામધૂમથી કરાયેલી ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અવધૂત પરિવાર દ્વારા વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોનું થયેલું આયોજન
- ભાવિકોએ રંગ અવધૂતનાં દર્શનનો લાહવો લઇ ધન્યતા અનુભવી


ભરૂચ અને નર્મદા જિલ્લામાં સોમવારે રંગ અવધૂત મહારાજની જન્મજયંતિની ભકિતભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અવધૂત પરિવાર દ્વારા શોભાયાત્રા, દત્ત બાવનીના પાઠ સહિ‌ત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડભૂત સ્થિત રંગ અવધૂત મંદિર અને વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા નારેશ્વર અવધૂત ધામમાં પણ જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓએ રંગ અવધૂતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સોમવારે રંગ અવધૂત મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં અવધૂત પરિવાર દ્વારા પાદુકા પૂજન, દત્ત બાવનીના પાઠ, ભજન સંગીત અને ભંડારો સહિ‌તના વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોનું આયોજન કરી ભકિતભાવ પૂર્વક જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.ભાડભૂત સ્થિત રંગ અવધૂત મહારાજના મંદિરે પાદુકા પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણના નારેશ્વર ખાતે આવેલા રંગ અવધૂત મહારાજની પાવન ભૂમિ પર જિલ્લામાંથી હજારો ભકતો ઉમટી પડી દર્શનનો લાહવો લીધો હતો. આ પ્રસંગે મંદિર ખાતે આયોજકો સહિ‌ત રંગ પરિવારના ઉપક્રમે વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રંગ અવધૂત પરિવાર દ્વારા ભરૂચ, અંકલેશ્વર સહિ‌ત જિલ્લામાં ઠેરઠેર વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજી અવધૂત જન્મજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દત્ત મંદિર નવાડેરા ખાતે પણ રંગજયંત્તિની રંગેચંગે ઉજવાઇ હતી.એકલિંગજી મંદિરે દત્ત બાવની કથાસારનું આયોજન કરાવામાં આવતાં ભાવિકભકતોએ લાહવો લીધો હતો.