• Gujarati News
  • Rajiv Gandhi Housing Scheme 6,500 Families Free House Latest News

રાજીવ ગાંધી આવાસ યોજના, 6,500 પરિવારોને મળશે બે રૂમ રસોડાનો એક ફ્લેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

6,500 કુટંબોને ઘરનું ઘર મળશે
રાજીવ ગાંધી આવાસ યોજના, 6,500 પરિવારોને મળશે બે રૂમ રસોડાનો એક ફ્લેટ
આગામી 15 દિવસમાં પ્રોજેક્ટનું ખાત મુહુર્ત કરવા માટે પાલિકા તંત્રની તૈયારીઓ
ભરૂચ: ભરૂચ નગરમાં આવેલાં સ્લમ એરિયામાં રહેતાં 6,500 પરિવારોને તેમના પોતાના મકાનો મળી રહે તે માટે રાજીવ ગાંધી આવાસ યોજના માટે 250 કરોડ ફાળવાયાં છે. આગામી 15 દિવસમાં યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવશે તેમ પાલિકા સત્તાધિશોએ જણાવ્યું હતું. ભરૂચ નગરમાં આવેલાં સ્લમ એરિયામાં રહેતાં લોકોને સ્વચ્છ અને તંદુરસ્ત માહોલ મળી રહે તેવા આશય સાથે ભરૂચ નગર પાલિકા દ્વારા આગામી પાંચ વર્ષમાં રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ 6,500 ગરીબ પરિવારોને મકાન આપવાની કવાયત શરૂ કરી છે. જેના પ્રથમ તબક્કામાં શહેરના સાબુગઢ વિસ્તારમાં 512 મકાનોના પ્રોજેક્ટને શરૂ કરવા માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે.

રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે રૂા. 250 કરોડના ખર્ચે સાબુગઢ ખાતે કુલ 512 મકાનોને આકાર આપવામાં આવશે. જે માટેનો ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. આગામી 15 દિવસમાં પ્રોજેક્ટનું ખાત મુહુર્ત કરવાની કવાયતમાં પાલિકા તંત્ર જોતરાઇ ગયું છે. આવાસ યોજનામાં દરેક પરિવારને બે રૂમ રસોડાનો એક ફ્લેટ આપવામાં આવશે. ઉપરાંત આવાસની આસપાસ બાગબગીચા સાથે પાર્કિંગ વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થા, આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ પણ ઉપ્લબ્ધ કરવામાં આવશે. આવાસ યોજનાનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદને જ મળે તે માટેની તમામ તકેદારી પાલિકા તંત્ર તેમજ વહિવટી વિભાગ રાખશે. હાલમાં ભરૂચ શહેરના કુલ 63 સ્લમ વિસ્તારોને આઇડેન્ટીફાઇડ કરવામાં આવ્યાં છે.
5 વર્ષમાં પ્રોજેક્ટ તૈયાર થશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...