તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધને ખાળવા ભાજપના આગેવાનો મેદાનમાં ઉતર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિરોધઃ નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી બાવાનું સ્થાનક હોવાથી લોકોનો વિરોધ
- નર્મદા જિલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ફલક પર નામના મેળવશે તેવા ભાજપના આગેવાનોનો દાવો


કેવડિયા સ્થિત નર્મદા ડેમ નજીક આવેલી સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાના પ્રસ્તાવિત પ્રોજેકટ સામે આસપાસના સ્થાનિક રહિ‌શોમાં વિરોધનો વંટોળ ઉઠયાં બાદ ડેમેજ કંટ્રોલ માટે સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાનો મેદાનમાં આવ્યાં છે.

ગુજરાતની જીવાદોરી ગણાતાં નર્મદા ડેમથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલી સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાના પ્રોજેકટને આગળ ધપાવવા માટે રાજય સરકારે પ્રયાસો વધારી દીધાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જયાં નિર્માણ થવાનું છે તે સ્થળે બાવાનું સ્થાનક હોવાથી સ્થાનિક રહિ‌શોએ વિરોધ કરવાનું શરૂ કરી દેતાં રાજય સરકાર હચમચી ઉઠી છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો બહુ ગાજે તેવી સંભાવના રહેલી છે ત્યારે રાજય સરકારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્ય માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે. સ્થાનિક વિરોધને ટાળવા માટે સરકારે ડેમેજ કંટ્રોલ માટે નાંદોદના ધારાસભ્ય શબ્દશરણ તડવી તથા અન્ય આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છેબુધવારે રાજપીપળાના વનવિભાગના રેસ્ટહાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર નામના મેળવશે. જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તથા સ્થાનિક રોજગારીમાં વધારો થશે. ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ રહિ‌શોને પ્રોજેકટનો વિરોધ નહિ‌ કરવાઅપીલ કરી હતી.

- સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ શા માટે ?

નર્મદા ડેમથી ત્રણ કિલોમીટરના અંતરે સાધુ ટેકરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવશે. સાધુ ટેકરી બાવાનું સ્થાનક હોવાથી આસપાસ આવેલાં કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાઘડીયા અને ગોરા ગામના લોકો વર્ષોથી આ સ્થળની પૂજા કરતાં આવ્યાં છે ત્યારે આ સ્થળે સ્ટેચ્યુનું નિર્માણ થવાનું હોવાથી ગ્રામજનો વિરોધ કરી રહ્યાં છે.