• Gujarati News
  • Police Tour Program For Senior Citizens Latest News Palej

પાલેજમાં પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પ્રવાસ કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - પાલેજ પોલીસ દ્વારા વરીષ્ઠ નાગરિકો માટે પ્રવાસ યોજાયો હતો )

પાલેજમાં પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પ્રવાસ કાર્યક્રમ
૩પ વરિષ્ઠ નાગરિકોને બસ દ્વારા કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમ ખાતે લઈ જવામાં આવ્યા હતાં


પાલેજ : પાલેજ પોલીસ મથકના ઉપક્રમે નગરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યો સેતુ બંધાઈ અને પ્રજામાંથી પોલીસ સાથેનો ડર ઓછો થાય અને પોલીસ અને પ્રજા બન્ને એક બીજાની નજીક આવી એક બીજાના પર્યાય બની રહે તેવા શુભ હેતુસર પાલેજ પોલીસ મથકના બાહોશ પી.આઈ. એ.એસ.કરમુરે દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતગત પાલેજ પોલીસ મથક તરફથી પોલીસ મથકની હદમાં સમાવષ્ટિ ગામોના વરિષ્ઠ નાગરિકો માટે પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આજુબાજુના ગામોના ૩પ વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો. તમામને બસ દ્વારા કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇસપેકટર એ.એસ.કરમુરે તથા સ્ટાફના આવા સરાહનીય પ્રયાસને વરિષ્ઠ નાગરિકો સહિ‌ત નાગરિકોએ વધાવી લીધો હતો. જો આવા પ્રયાસો થાય તો પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર થઈને રહેશે.