મારૂતિના મંદિરે ઉમટ્યું મહેરામણ
પ્રથમ શનિવારે ગુમાનદેવ-નાહિયેરમાં દર્શનાર્થે ભારે ભીડ
શુક્રવારે રાતથી જ પગપાળા યાત્રીઓ ઉમટી પડતા માર્ગ ઉપર ઠેર ઠેર ભંડારા
ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા તરફથી ૨૫ થી ૩૦ કિમી ભકતો ચાલી દાદાના ધામમાં પહોંચે છે
શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભરૂચ અને નર્મદા પંથકમાં હનુમાનજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ દર્શનાર્થો ઉમટી પડી હતી. ઝઘડિયા તાલુકામાં આવેલા પ્રાચીન ગુમાનદેવ મંદિર અને નાહિયેર હઠીલા હનુમાન મંદિરે મેળાનો માહોલ જામ્યો હતો. ગુમાનદેવ દાદાના માર્ગે જવાના ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા તરફના માર્ગો શુક્રવારની રાત્રિથી જ પગપાળા યાત્રીઓના કાફલાથી છલકાઇ ગયા હતા. સેવાભાવિ સંસ્થાઓ અને લોકો દ્વારા પદયાત્રી શ્રદ્ધાળુઓ માટે દૂધ, ચા, કેળા, બટાકાની વેફર, પાણી સહિતની સામગ્રીની નિ:શુલ્ક સેવા આપવા તંબુઓ ટાંણી દેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.