ભાજપના ભાષણથી કંટાળ્યા લોકો, કેવી રીતે કરશે હવે ચુટણી પ્રચાર?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાજપના સ્નેહમિલન સમારંભમાં નેતાઓના ભાષણથી લોકો કંટાળ્યા
- ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમારોહમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારોમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા.જેમાં મુખ્ય મંત્રી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઇ હતી.
- કેન્દ્રની યુપીએ સરકારની ઝાટકણી કાઢી મોદી વડાપ્રધાન બને તેવી મહેચ્છા વ્યકત કરાઇ
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શનિવારે યોજાયેલાં ભાજપના સ્નેહમિલન સમારંભમાં સ્થાનિક નેતાઓના ભાષણોથી કંટાળેલી જનમેદનીએ ગ્રાઉન્ડની બહારની વાટ પકડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. નેતાઓની ભાષણબાજીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફિલ્મ બતાવવામાં અનેક અંતરાયો ઉભા થયાં હતાં. સમગ્ર રાજયમાં ભાજપે સ્નેહમિલન સમારંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરે તેવી વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....