તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરો નહીં ઉપાડનાર ઈજારદારને પેનલ્ટીમાંથી મુકિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ નગરપાલિકા શાસકોની કોન્ટ્રાકટર સાથે મહેમાન નવાજી પાલિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની
- શાસકો દ્વારા ત્રણ ગણી પેનલ્ટી વસૂલવાના બદલે એકવાર જ વસૂલવામાં આવી


ભરૂચ શહેરને ગંદા - ગોબરાની ઈમેજમાંથી બહાર લાવવા માટે નગરપાલિકાના શાસકો દ્વારા એક તરફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાકટરે સાડા ત્રણ લાખ મકાનોનો કચરો નહીં ઉપાડયો હોવા છતાં કોન્ટ્રાકટની શરતો મુજબ લેવાની થતી ત્રણ ગણી પેનલ્ટીમાંથી મુકિત આપવાનો વિવાદાસ્પદ નિર્ણય શાસકોએ લીધો છે. ઈજારદારની સરખામણી મહેમાન સાથે કરીને 'અતિથિ દેવો ભવ:’ ની ભાવના સાથે ઈજારદાર સાથે સહાનુભૂતિ દાખવવામાં આવી હોવાના પાલિકા પ્રમુખ દક્ષા પટેલના ખુલાસાથી વિવાદ વકરે તેવી સંભાવના સેવાઈ રહી છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ૧૪ ર્વોડમાં ડોર-ટુ-ડોર ગાર્ખેજ કલેકશનનો ઈજારો વડોદરાના પટણી કોર્પોરેશન નામના ઈજારદારને આપવામાં આવ્યો છે.

જૂના ઈજારદારની નબળી કામગીરીના અનુભવને ધ્યાને લઈ પાલિકાના સત્તાધિશોએ કચરો નહીં ઉપાડવા બદલ ત્રણ ગણી પેનલ્ટી સહિ‌તની આકરી શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ ટેન્ડરમાં કર્યો હતો. જાન્યુઆરી-૨૦૧૪થી ભરૂચ શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્ખેજ કલેકશનની કામગીરી શરૂ કરનાર ઈજારદારને પ્રથમ તબક્કામાં જ વેઠ ઉતારતા ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરોએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. નગરપાલિકામાંથી મળતી માહિ‌તી અનુસાર ઈજારદારે જાન્યુઆરીમાં શહેરના સાડા ત્રણ લાખ મકાનોમાંથી કચરો ઉઠાવ્યો જ ન હતો.

આટલા મોટા પાયે લાલિયાવાડી ચલાવનાર ઈજારદાર પટણી કોર્પોરેશનને કોન્ટ્રાકટની શરતોનુસાર ત્રણ ગણી પેનલ્ટી ફટકારવાની થાય પરંતુ પાલિકાના શાસકો તેમજ વહિ‌વટી સત્તાધિશોએ સહાનુભૂતિ દાખવીને માત્ર સિંગલ દિવસની મંજૂર રકમની પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય લેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. વિવાદાસ્પદ નિર્ણય અંગે પાલિકા પ્રમુખ દક્ષા પટેલે ઈજારદારનો બચાવ કરી તેની સરખામણી ઘરે આવેલા મહેમાન સાથે કરીને શહેરની ભૌગોલિક સ્થિતિથી અજાણ હોવાથી ઈજારદાર સાથે સહાનુભૂતિભર્યું વલણ દાખવવામાં આવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

વ્હોરવાડ વિસ્તારની સંપૂર્ણ ઉપેક્ષા

નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઈ અભિયાનમાં વ્હોરવાડ સહિ‌તના વિસ્તારોની સંપૂર્ણ ઊપેક્ષા કરવામાં આવી રહી છે. ડોર - ટુ - ડોર ગાર્ખેજ કલેકશનના ઈજારદાર વ્હોરવાડ વિસ્તારમાં અનિયમિતપણે કચરો ઊપાડે છે. આ બંને સમસ્યા અંગે તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્ય સભામાં જોરદાર રજૂઆત કરી હતી પરંતુ તંત્ર કે શાસકોના પેટનું પાણી સુદ્ધાં હાલતુ નથી. તસ્નીમ ઘડિયાળી, મ્યુ. કાઉન્સિલર

તો ઈજારદારે પાલિકાને ચૂકવણું કરવું પડે

ડોર - ટુ - ડોર ગાર્ખેજ કલેકશનના ઈજારદાર પટણી કોર્પોરેશન દ્વારા સાડા ત્રણ લાખ મકાનોમાંથી કચરો ઉપાડયો નહીં હોવાથી જો ત્રણ ગણી પેનલ્ટી વસુલ કરવામાં આવે તો ઈજારદારે સામેથી પાલિકાને ચૂકવણું કરવું પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે પરંતુ ભૌગોલિક સ્થિતિમાંથી જાણકાર નહીં હોવાથી માત્ર એક દિવસની મંજૂર કરેલી રકમ કાપવાનો શાસકોએ નિર્ણય લેતા માત્ર દોઢ લાખનો દંડ વસુલી શકાશે.

ડિપોઝિટની રકમ પણ જમા નથી કરાવી

ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાકટમાં એક લાખ રૂપિયાની ડીપોઝીટ નગર પાલિકામાં જમા કરાવવાની શરત હોવા છતાં ઈજારદાર દ્વારા તેની ધરાર અવગણના કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિ‌નાના બીલની ચૂકવણીમાંથી એક લાખ રૂપિયા ડીપોઝિટ પેટે કાપી લેવાનો નિર્ણય નગરપાલિકાના સત્તાધિશોદ્વારા આખરે કરવામાં આવ્યો છે.

દક્ષા પટેલ પ્રમુખ, નગરપાલિકા, ભરૂચ
નવો ઇજારદાર ભરૂચની ભૂગોળથી અજાણ છે....
ઈજારદાર નવો હોઈ મદદ કરવી પડે ને
વિવાદ પછી દિવ્યભાસ્કરે દક્ષા પટેલ સાથે કરી સીધી વાત

ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરીની મોનિટરિંગની જવાબદારી ખરી?
હા, ચોક્કસ, અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે.
ઈજારદાર કામગીરીમાં નિષ્ફળ હોવા છતાં પેનલ્ટીમાં કુણું વલણ દાખવ્યું છે?
ઈજારદાર નવો હોઈ મદદ તો કરવી પડે ને.
ઈજારદારને મદદ શા માટે કરવાની?
આપણા ઘરે મહેમાન આવે તો તેને સાચવીએ છીએ તેમ નવો નવો ઈજારદાર ભરૂચથી અજાણ હોવાથી સહાનુભૂતિ દાખવી છે.
ઈજારદારને ત્રણ ગણી પેનલ્ટી નથી ફટકારી?
તપાસ કરવી પડે.
મંજૂરી તો તમે આપી દીધી છે
રૂબરૂમાં જવાબ આપીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો