તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં રાજયનો સૌપ્રથમ એનર્જી એફિશિયન્ટ ટાઉન હોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અંકલેશ્વરમાં રાજયનો સૌપ્રથમ એનર્જી એફિશિયન્ટ ટાઉન હોલ
- ૧પ૦૦ બેઠકવાળા સંકુલને હવા, પાણી અને સોલિડ વેસ્ટના ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરાયો છે


અંકલેશ્વરમાં રૂા.૧૧ કરોડના ખર્ચે આકાર લેનારા રાજયના સૌ પ્રથમ એનર્જી ફિશિયન્ટ ટાઉન હોલનું આજે ભૂમિપૂજન ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. આગામી એક વર્ષમાં અંકલેશ્વર તથા આસપાસની પ્રજાને અદ્યતન ટાઉન હોલનો લાભ મળતો થઇ જશે.

ગુજરાતનાં સૌ પ્રથમ વખત એનર્જી ફિશિયન્ટ ટાઉન હોલનું અંકલેશ્વર ખાતે નિર્માણ કરવામાં આવશે. ૧પ૦૦થી વધારે બેઠક ક્ષમતા ધરાવતાં ટાઉન હોલના સંકુલને હવા, પાણી અને સોલિડ વેસ્ટના ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.અંક્લેશ્વર શહેરની પ્રજાને વિવિધ કાર્યક્રમો માટે જીઆઇડીસી સુધી લંબાવું પડતું હતું. જોકે હવે અદ્યતન સુવિધાઓથી સજ્જ ટાઉન હોલ તૈયાર કરાયાં બાદ શહેરીજનોને સારી સુવિધાઓ મળી રહેશે.

એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગ એટલે શું ?
ટાઉન હોલમાં નીકળતા કચરાનો ઉપયોગ કરી તેનો બાયોગેસ મેળવવામાં આવશે. આ ગેસને એનર્જી તરીકે વપરાશે તો પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે કરવામાં આવશે. હવાનો ઉપયોગ કરી કુલિંગ ટાવર વડે વાતાનુકૂલિત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વરસાદી પાણીનો ઉપયોગ કરી તમામ રીતે ફેર વપરાશ કરવામાં આવશે તો સોલાર વિદ્યુતનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો