તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપોદ્રામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાનનો યુવતીના ઘરે પથ્થરમારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોન ઉપર એસીડ એટેક કરવાની યુવતીને આપેલી ધમકીથી પોલીસ ફરિયાદ
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ નજીક સોસાયટીમાં રહેતા લઘુમતિ પરિવારની યુવતીને ૪ વર્ષથી પીરામણનાકા ઝૂપડપટ્ટી ખાતે રહેતા અને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા લઘુમતિ કોમના જ યુવાને યુવતીના ઘરે પથ્થરમારો કરી ફોન ઉપર એસીડ એટેક કરવાની આપેલી ધમકીથી પરિવાર હચમચી ઉઠયું છે.
કાપોદ્રા ગામે સોસાયટીમાં રહેતા લઘુમતિ પરિવારની ધો.૧૨માં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય યુવતી પાછળ છેલ્લા ૪ વર્ષથી એકતરફી પ્રેમમાં પાગલ રોડ રોમિયો હાથ ધોઇને પડયો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી શાળામાં યુવતી ધો.૮ માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ પીરામણનાકા ઝૂપડપટ્ટીવાડમાં રહેતો મોઇન ગ્યાસુદ્દીન શેખ હેરાન-પરેશાન કરતો હતો.
એક તરફી પ્રેમમાં પાગલ મોઇને અનેકવાર યુવતીને રસ્તામાં રોકી તેની સમક્ષ પોતાના પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ મૂકી રોડછાપ રોમિયોગીરી કરી હતી. શુક્રવારે રાતે મોઇન યુવતીની સોસાયટીમાં ધસી આવ્યો હતો. પથ્થરમારો કરી યુવતીના ઘરના કાચ તોડી નાખતા પરિવારજનો જાગી ગયા હતા. શનિવારે સવારથી જ યુવતીના મોબાઇલ ઉપર ફોન અને એસએમએસ કરી જો તેના પ્રેમના પ્રસ્તાવને સ્વિકારે નહિ‌ તો એસીડ એટેક કરવાની તેમજ પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.