તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • One Man Death On Truck Accident In Bharuch Latest News

અસુરિયા પાટિયા પાસે રોડ પરથી પસાર થતાં એકનું ટ્રકની ટક્કરે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસુરિયા પાટિયા પાસે રોડ પરથી પસાર થતાં એકનું ટ્રકની ટક્કરે મોત
કવીઠા ગામની સિમેન્ટની ફેકટરીમાં કામ કરતો હતો
રાજકોટના ધોરાજીનો વતની જમવા માટે હોટલમાં જઇ રહ્યો હતો
ભરૂચ: કવીઠા ગામ પાસે આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો યુવાન નેશનલ હાઇવે ઉપર અસુરિયા પાટિયા પાસે આવેલી હોટલમાં જમવા માટે જઇ રહ્યો હતો. તે વેળાં એક ટ્રકના ચાલકે તેને અડફેટમાં લેતાં તેનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું.ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં વિમલ ગોવીંદ રૂઢાણીની કવિઠા ગામે સિમેન્ટની ફેક્ટરી આવેલી હોઇ રાજકોટના ધોરાજીનો વતની અર્જૂન મુકેશ વૈષ્ણવ તેમના ત્યાં નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રીના અર્જૂન વૈષ્ણવ અસુરિયા પાટિયા પાસે આવેલી હોટલમાં જમવા માટે જઇ રહ્યો હતો. તે વેળાં ગેસ ગોડાઉન કંપની પાસેથી પસાર થતી વેળાં એક ટ્રકના ચાલકે પુરઝડપે ધસી આવી તેને અડફેટે લેતાં તે હવામાં ફંગોળાઇ જઇ જમીન ઉપર પટકાયો હતો.

અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી વાહન લઇને નાસી છુટ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરતાં સબ ઇન્સ્પેકટર એસ. સી. પરમાર સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતાં. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો. ે વિમલ રૂઢાણીએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત કરી ફરાર ં ટ્રક ચાલકને ઝડપવાની ાની કવાયત હાથ ધરી છે.