ભરૂચ-નર્મદામાં પ હજારથી વધારે નવાં મતદારો નોંધાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ-નર્મદામાં પ હજારથી વધારે નવાં મતદારો નોંધાયાં
- મતદારોએ મતદારયાદીમાં તેમના નામની ચકાસણી કરાવી
- ૧૮ વર્ષની વયના મતદારોએ મતાધિકાર મેળવવા કરેલી અરજીઓ


લોકસભાની ચૂંટણી અગાઉ મતદારયાદીને અપડેટ કરવાના પ્રયાસના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં રવિવારે હાથ ધરવામાં આવેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે બંને જિલ્લામાં પ હજારથી વધારે મતદારોએ મતદારયાદીમાં નામ નોંધાવવા ફોર્મ ભર્યા હતાં.

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે ૩૦મી એપ્રિલે યોજાનારી ચૂંટણી સંદર્ભમાં તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન કરવા માટે ફોટો ઓળખપત્રની સાથે મતદારયાદીમાં નામ હોવું ફરજિયાત છે ત્યારે મતદારો તેમના નામની મતદારયાદીમાં ચકાસણી કરી શકે તથા નવા મતદારો તેમના નામની નોંધણી કરાવી શકે તે માટે રવિવારે મતદારયાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ લોકસભા બેઠકમાં સમાવષ્ટિ ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, ઝઘડિયા, કરજણ તથા દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારોને ખાસ મતદારયાદી સુધારણા હેઠળ આવરી લેવાયાં હતાં.