• Gujarati News
  • Narmada River Reaches 19 Foot While Danger Zone Is 24 Foot

નર્મદા ડેમ ઓવરફલો થતાં નદી બે કાંઠે વહેતી થઇ, નદીની સપાટી 19 ફૂટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી જોઈ શકાય છે)
નર્મદા ડેમ ઓવરફલો થતાં નદી બે કાંઠે વહેતી થઇ, નદીની સપાટી 23 ફૂટ
નર્મદા ડેમ સપાટી 124.86, ગોલ્ડન બ્રિજ 20 ફુટ
બંધના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોધાયો
નર્મદા ડેમની સપાટીમાં 1 મીટરનો ઘટાડો હજી 124 .86 મીટરથી ઓવરફલો
ડેમ ની જળ સપાટીમાં દર કલાકે20થી 25 સે.મી.નો નોંધાઇ રહેલો ઘટાડો
રાજપીપળા: નર્મદા ડેમના ઉપરવાસમાં બે દિવસ થી થતા ભારે વરસાદ થી ગત સોમવારે 11.30 કલાકે ઓવરફલો થયો હતો. જેમાં17,76,971 લાખ કયુસેક પાણીની આવક થઈ છે જેમાં નર્મદા બંધની જળ સપાટી 126.16 મીટરે પહોચી સ્થિર થઇ ગઈ હતી. જયારે આજે સાંજઆઠ વાગે સપાટી 126.06 થી 1 મીટર ઘટીને 124.86 પર પહોચી છે. ઉપરવાસમાં વરસાદે પોરો ખાતા ઉપરવાસમાંથી પાણીની આવક 17 લાખ કયુસેકથી ઘટી 1.82 લાખ પર પહોચી હતી.જયારે પાણીની1. 82 લાખની આવક સામે 2.90 લાખ જાવક છે. જેના પગલે નર્મદા ડેમની જળ સપાટીમા દર કલાકે 20 થી 25 સે.મી.નો ઘટાડો નોધાઇ રહ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઇ રહેલા સતત એકધારા વરસાદથી રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં નવા નીરની આવક કૂદકેને ભૂસકે વધી રહી હતી. ઉપરવાસમાંથી ડેમમાં ગત રાત્રી 16 થી 17 લાખ ક્યુસેક પાણીની આવક થતા દર કલાકે સપાટીમાં 30 થી 40 સેમીનો વધારો થઇ રહ્યો હતો. એક જ દિવસ માં ડેમની સપાટી 4 મીટર વધીને 126.06 મીટરને સ્પર્શી ગઇ હતી.
વીજ મથકો ધમધમતા
નર્મદા બંધ ના વીજ મથકો પાણીની આવકને પગલે રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઈનો ધમધમતા થયા છે. જે 46,112 કયુસેક પાણી ખર્ચ કરી ને 10,700 મેગાવોટ વીજળી ઉત્પાદન કરે છે.કેનાલ હેડ પાવર હાઉસ 8781 કયુસેક પાણી ખર્ચ કરી ને 1,520 મેગાવોટ વીજળી ઉત્પાદન કરે છે આમ પાણી ને આવક ને પગલે પવ્ર્હૌસો ઘમ ધામી ઉઠ્યા છે.
આગળ વાંચો, ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર
(તમામ તસવીરો: કલ્પેશ ગુર્જર, ભરૂચ)