તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી ગીફ્ટ: નૂતનવર્ષને આવકારવા નર્મદા ડેમે સર્જ્યો નવો વિક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એક જ સીઝનમાં ૪ વખત છલકાઇને સર્જ્યો નવો વિક્રમ
- વર્ષ ૨૦૧૩ માં ૪ વખત અને નવેમ્બર મહિ‌નામાં પ્રથમ વખત નર્મદા ડેમ ઓવરફ્લો થયો
નૂતનવર્ષે જાણે સમૃદ્ધિ અને સુખાકારીની શુભેચ્છા પાઠવા ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમે વિક્રમ સંવત ૨૦૭૦ નાં પહેલા સૂર્યોદય સાથે જ સોમવારે મળસ્કે ૬ કલાકે મોસમમાં ચોથી વખત અને નવેમ્બરમાં પ્રથમ વખત છલકાઇને નવો ઈતિહાસ સર્જી દીધો હતો. જળવિદ્યુત મથકો બંધ કરવામાં આવતા ૨૪૩૬૦ ક્યુસેકસ પાણીની આવકનાં કારણે ડેમ તેની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર વટાવીને ૧૨૧.૯૭ મીટરથી ઓવરફ્લો થતા દિવાળીની ભેટ સમા નર્મદા ડેમને ઓવરફ્લો થતા નિહાળવા પ્રવાસીઓ આનંદવિભોર થઇ ઉઠ્યાં હતા.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વખતે જાણે વિક્રમ સંવત ૨૦૭૦ નાં નૂતન વર્ષનાં સૂર્યોદય સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા સહિ‌ત પ્રવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સામે ચાલીને આતૂર બન્યો હોય તેવો ઘાટ સર્જા‍યો હતો. નૂતન વર્ષે સવારે ૬ કલાકે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટરની વટાવીને વર્ષ ૨૦૧૩ માં ચોથી વખત છલકાય ઉઠી નવો ઈતિહાસ સર્જી દીધો છે.
અત્યાર સુધીનાં નર્મદા ડેમ ઓવરફ્લોનાં તમામ રેર્કોડ આ વખતે નર્મદા ડેમએ તોડી નાખ્યાં છે. વર્ષ ૨૦૧૩ માં નર્મદા ડેમ ૪ નવેમ્બરનાં રોજ ચોથી વાર ઓવરફ્લો થવા સાથે નવેમ્બરમાં પ્રથમ વખત છલકાઇ ઉઠી એક સાથે નવા બે રેકોર્ડ સર્જયા છે.
નૂતનવર્ષે ૧૨૧.૯૭ મીટરથી છલકાતા નર્મદા ડેમે જાણે પ્રવાસીઓને દિવાળી અને નવા વર્ષની ભેટ ધરી હોય તેમ આ અદભૂત નજારાને નવા વર્ષે નિહાળવા પ્રવાસીઓનાં ધાડેધાડા નર્મદા ડેમ ઉપર છલકાઇ ઉઠયાં હતા.

આગળ વાંચો: જળવિદ્યુત મથકો બંધ કરાતા ડેમ છલકાયો, ૩૨ કલાક સુધી ડેમ ઓવરફ્લો રહ્યો, નર્મદા ડેમ ઓવરફ્લોથી નિગમ પણ અજાણ, હાલ ડેમની સપાટી ૧૨૧.૬૭ મીટરે