• Gujarati News
  • Young Man Killed His Mother In Pichhipara At Tilakvada

તિલકવાડાના પીછીપુરા ગામે સગી માતાને મોતને ઘાટ ઉતરતો કલયુગી શ્રવણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કાઠીયાવાડથી કામ ધંધો છોડી વતન પરત ફરેલો યુવાન વારંવાર માતા પાસે નાણાની માંગણી કરતો અને તેમાં ઝગડો થતો હતો
રાજપીપળા: તિલકવાડાના પીછીપુરા ગામે સગી માતાને લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતરી દીકરો ભાગી ગયો. કાઠીયાવાડથી કામ ધંધો છોડી વતન પરત ફરેલો યુવાન ગામમાં કોઈ કામ ના કરતો હતો. અને વારંવાર માતા પાસે નાણાની માંગણી કરતો અને જેમાં ઝગડો થતો ગત રોજ આ કલયુગી શ્રવણે પોતાની જનેતાને જ મારી નાખી પોલીસે તપાસ હાથ ધરી છે.
તિલકવાડા તાલુકાના પીછીપુરા ગામે રહેતા જમનાબેન કાળુભાઇ તડવી પોતે મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. અને જેનો દીકરો કનુભાઇ કાળુભાઇ તડવી કાઠીયાવાડમાં કામ કરતો હતો પરંતુ કોઈ કારણસર કામ ધંધો છોડીને કાઠીયાવાડથી પંદર દિવસ પહેલાં પોતાના વતન પિછીપુરા ગામે ઘરે આવી ગયો હતો અને જ્યાં પણ કોઇ કામ ધંધો કરતો ન હતો. જેથી કોઈ આવક ના હોય ખાવા-પીવા માટે પોતાની માતા પાસે અવાર-નવાર પૈસાની માંગણી કરતો રહેતો હતો અને માતા ગામમાં જ કોઈ કામ કરવાનો વારંવાર ઠપકો આપતી જેમાં માતા-પુત્ર વચ્ચે ઝગડો થતો હતો. ગત રોજ કનુંએ માતા પાસે પૈસાની માંગણી કરેલ હશે જે ન આપતાં આવેશમાં આવીને લાકડી વડે માથાના ભાગે માર મારતા તેમજ ઢીકાપાટુંનો માર મારી મોત નિપજાવી નાશી ગયો હતો, આ બાબતની ગામલોકોને ખબર પડતા પોલીસને જાણ કરી તિલકવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને પુત્ર વિરુધ્ધ ખૂનનો ગુનો દાખલ કરી તપાસ પી.એસ.આઈ ટી.જી.બામણીયા, કરી રહ્યા છે.