તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • More Than 3 Million Children Drank Polio Latest News In Bharuch

ભરૂચ-નર્મદા જિલ્લામાં 2.50 લાખથી વધુ ભૂલકાંઓને પોલિયોની રસી પીવડાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( રવિવારે નાના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવાયા હતાં )
ભરૂચ-નર્મદા જિલ્લામાં 2.50 લાખથી વધુ ભૂલકાંઓને પોલિયોની રસી પીવડાવાઇ
63 સુપરવાઇઝર સહિત 1.379 કર્મીઓને કામગીરી માટે ફરજ ઉપર તૈનાત કરાયા
19 અને 20મીના રોજ ઘરે ફરીને રસી પીવડાવશે

ભરૂચ,રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજે રવિવારે પોલિયો રવિવાર અંતર્ગત 0-5 વર્ષના લાખો બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં. આવતીકાલથી બે દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરીને બાકી બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવશે.ભરૂચ-નર્મદા જિલ્લામાં આજે રવિવારે પોલિયો રસીકરણનો વધુ એક રાઉન્ડ યોજાયો હતો. જેમાં 0-5 વર્ષના 2 લાખથી વધુ બાળકોને આવરી લેવાયા હતાં .ભરૂચમાં 2.31 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવા માટે 1022 બુથ ઉભા કરાયા હતાં. રસીકરણ માટે 244 ટીમોની રચના કરી છે.

નર્મદા જિલ્લામાં 53 હજાર બાળકોના રસીકરણ માટે 528 બૂથ ઉભા કરાયા હતાં. આજે રવિવારે ભરૂચ જિલ્લામાં 2 લાખથી વધુ બાળકો જયારે નર્મદા જિલ્લામાં બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું.વાલીઓએ પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.કેન્દ્રિય આદિજાતિ વિકાસ વિભાગના રાજય મંત્રી મનસુખ વસાવાએ આજે રાષ્ટ્રવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજપીપળા શહેરનાં ટેકરા ફળિયાનાં નાના ભૂલકાંઓને પોલિયોની રસી પીવડાવીને નર્મદા જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આજે યોજાયેલા પલ્સ પોલિયો અભિયાનના પ્રારંભે રાજપીપળા પાલિકાના પ્રમુખ મહેશ વસાવા, કારોબારી સમિતિનાં અધ્યક્ષ ભરત વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.ડી.વેગડા, બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. સુમન, નાંદોદ તાલુકા બાળ વિકાસ અધિકારી ઉર્મિલાબેન, આંગણવાડી વર્કર બહેનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેનાં માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.ડી.વેગડાની રાહબરી હેઠળ જિલ્લામાં ૩૨૮ બુથ ઉપર ઝઘડિયામાં ભાજપ તાલુકા મહામંત્રી ઇન્દુભાઇ લિંબચીયાના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.