ભરૂચ: આજે 7 લાખ લોકોને દૂધની તંગી વર્તાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ધરણા પર બેઠેલા કર્મચારીઓ )

આજે 7 લાખ લોકોને દૂધની તંગી વર્તાશે
કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓ સાથે ડેરીની બહાર ધરણા પર બેઠા

ભરૂચ: ભરૂચની દૂધધારા ડેરીમાં ફરજ બજાવતાં 100થી વધુ કર્મચારી પગાર વધારા સહિતની પડતર માંગણીઓ સંદર્ભમાં ગુરુવારથી અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતર્યાં છે. ડેરીના કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે તો આવતીકાલે ભરૂચ -નર્મદા જિલ્લાના 7 લાખથી વધુ ગ્રાહકોને દૂધ ન મળે તેવા સંજોગો ઉભાં થયાં છે.દૂધધારા ડેરી ના 100થી વધુ કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગણી સંદર્ભે ગુરૂવારથી અચોકકસ મુદ્તની હડતાલની શરૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર સંઘના નેજા હેઠળ પ્રોડકશન, લેબોરેટરી, એન્જિનયરિંગ, વહીવટી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં કર્મચારીઓ હડતાલમાં જોડાયાં છે.

કર્મચારી યુનિયનના હોદે્દારોના જણાવ્યાં અનુસાર પડતર માંગણીઓ સંદર્ભમાં અગાઉ મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી જેમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવો, સેફટીશુઝ, રેઇનકોટ તેમજ યુનિર્ફોમ આપવા, રેસ્ટ રૂમની સગવડ આપવી તેમજ યુનિયનના સભ્યોને આપેલી નોટિસની તપાસ બંધ કરવાની માંગણીઓ સંદર્ભે ચર્ચા કરીને મેનેજમેન્ટ તરફથી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. ડેરી મેનેજમેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ થતાં આખરે હડતાલનું શસ્ત્ર ઉગામા્યું છે.
સમસ્યા નહિ નડે
કર્મચારીઓની માંગણીઓ ગેરવાજબી છે. તેમના પગારમાં અગાઉ વધારો કરાયો છે. ભરૂચ- નર્મદા જિલ્લાના ગ્રાહકોને નિયમિત દૂધ મળી રહે તે માટે ડેરી તરફથી પુરતી વ્યવસ્થા કરાઇ હોવાથી કોઇ તકલીફ પડશે નહિં. મંડળીના સભ્યો પણ ડેરી ખાતે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બની રહયાં છે. > ઘનશ્યામ પટેલ, ચેરમેન, દૂધધારા ડેરી, ભરૂચ
ધરણા પર બેઠેલા કર્મચારીઓ
અન્ય કર્મીઓ લેવાયા
દૂધધારા ડેરીના કર્મીઓની હડતાલથી દૂધનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાની સંભાવનાને જોતાં સત્તાધીશોએ વડોદરા, સુરતની ડેરીમાંથી 50ર્મચારીઓને ભરૂચ બોલાવી લીધાં છે.
માંગણીઓ સંતોષાઇ નથી
પગાર વધારા સહિતની માંગણીઓ બાબતે મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય લેતું નહિ હોવાથી અમને હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે. આજે તો ગ્રાહકોને દુધ નિયમિત રીતે મળ્યું છે . શુકવારે 7 લાખ લોકોને દુધ મળશે કે કેમ તે સવાલ છે. માંગણીઓ ન સંતોષાઇ ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. >અમોલક જોષી,ખજાનચી, જિ.ઔદ્યોગિક કામદાર સંઘ,