સરફૂદીન-બોરભાઠાના ખેડૂતોની વાંધા અરજીનો નિકાલ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરફૂદીન-બોરભાઠાના ખેડૂતોની વાંધા અરજીનો નિકાલ કરાશે
નવા નકશામાં ખેડૂતોને પોતાની જમીનનું ક્ષેત્રફળ ઓછુ થવા સાથે નકશા બદલાઇ ગયા હતા: ખેડૂતોની વાંધા અરજીનો એજન્સી નિકાલ કરશે
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકામાં નર્મદા કાઠે આવેલા સરફૂદીન અને બોરભાઠા ગામે ગુજરાત સરકાર દ્વારા જમીન માપની અને નવા નકશા બનવાની કામગીરી માં હાથ ધરવામાં આવેલ સર્વે માં જમીન ના માપ બદલવા ઉપરાંત નકશા અને ક્ષેત્રફળ બદલવાના મુદ્દે ગ્રામજનો માં નારાજગી ફેલાવા પામી હતી. ડી.એલ.આર. વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી માં ગ્રામજનો ને વધો ઉઠાવા માટે 10 દિવસ ની મુદ્દતે મુકવામાં આવેલા રજીસ્ટર સમય અવધી પૂર્ણ થઇ હોવા છતાં કોઈ લઇ ના જતા વધા અરજી ખારીજ થવાનો ભય સતાવી રહ્યો હતો. ખેડૂતોની લાગણીને વાચા આપતો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતાં સફાળા જાગેલા તંત્રએ વાંધા અરજી રજીસ્ટર તાત્કાલિક અસરથી પંચાયત પરથી ઉપાડી લઈ ખેડૂતોએ રજુ કરેલી વાંધા અરજીઓ ટુંક સમયમાં નિકાલ કરવાની ખાતરી આપી હતી.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત ભરમાં જમીનના નવા નકશા બનાવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. ભરૂચ જીલ્લાના ડીએલઆર વિભાગ દ્વારા હાલ આ કામગીરી અંકલેશ્વર તાલુકા ના નર્મદા કાઠે વસેલા સરફૂદીન અને બોરભાઠા ગામ સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અંતિમ તબક્કા નું કામ પણ પૂર્ણ થઇ ચુક્યું છે. અને ગામ પંચાયત ખાતે જેમને વાંધો હોય તેમણે વાધા અરજી રજીસ્ટરમાં વાધો ઉઠાવી શકે. બને ગામોમાં આ રજીસ્ટર મુકીને 10 દિવસ ઉપરાંતનો સમય થઇ ગયા હોવા છતાં ગ્રામપંચાયત ખાતેથી સંબંધિત કચેરી દ્વારા રજીસ્ટર સંબંધિત કોઈ કાર્યવાહી થઇ નહોતી .

મોટાભાગે નવા નકશામાં ખેડૂતોની જમીનનું ક્ષેત્રફળ ઓછું થઇ ગયું છે. કે પછી નવા નકશા આખા બદલાઈ ગયા છે. જેને સુધારવા માટે જેતે એજન્સીના સર્વેયર અને વહીવટી તંત્ર દ્વારા મુકવામાં આવેલા રજીસ્ટરમાં વાધા અરજી કરી હતી. વાંધા રજીસ્ટરના લઇ જાવાના કારણે ધરતી પુત્રો અને ગામવાસીઓ ને પોતાના વાધા ખારીજ થવાનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરાઇ હતી. જેને વાચા આપતો અહેવાલ દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રકાશિત થતાં સફાળા જાગેલા તંત્રએ વાંધા અરજીઓ ટુંક સમયમાં નિકાલ કરવાની ખાતરી આપી હતી.

વાંધા અરજીની ખાતરી આપી છે
દિવ્ય ભાસ્કર દ્વારા સમાચારના રૂપમાં અહેવાલ પ્રકાશિત કરી અમારી માગણીને સરકાર સુધી લઇ જવા માટે કડી રૂપ સાબિત થયું છે. સરકારના જવાબદાર વિભાગ દ્વારા વાંધા અરજીના નિકાલની ખાતરી આપવામાં આવી છે.> કયુંમાન બાવાજી, ખેડૂત બોરભાઠા ગામ અંકલેશ્વર
તાત્કાલીક કામગીરીની ખાતરી
ગામની જમીનના નકશાની કામગીરીના વાંધા અરજીનું રજીસ્ટર 10 દિવસથી વધુ સમય વિતવા છતાં તંત્ર દ્વારા વાંધા અરજીનું રજીસ્ટર લઇ જવાયું નહોતું. જે અંગેના સમાચાર પ્રકાશિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરીની ખાતરી અપાઇ હતી. > જગદીશ વસાવા , સભ્ય તા. પં. ,અંકલેશ્વર સરફૂદીન ગામ