તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રિએ ભોળા શંભુની ભક્તિમાં ભક્તો લીન બન્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિવરાત્રિએ ભોળા શંભુની ભક્તિમાં ભક્તો લીન બન્યાં
- હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું
- શિવજીને પ્રિય ભાંગની પ્રસાદીનું મંદિરોમાં ઠેર ઠેર કરાયેલું વિતરણ


ભોળાનાથ શંભુની આરાધનાના મહાપર્વ શિવરાત્રીએ ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ શિવભકતોએ શિવજીના દર્શન માટે કતાર લગાવી દેતાં માહોલ શિવમય બની ગયો હતો. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી શહેર-જિલ્લાના શિવાલયો ગુંજી ઉઠયાં હતાં. ભાવિક ભકતોને શિવજીની પ્રિય એવી ભાંગની પ્રસાદી અપાઇ હતી.

ભરૂચ તથા નર્મદા જિલ્લામાં શિવરાત્રી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બંને જિલ્લામાં આવેલાં શિવાલયોને શિવરાત્રી નિમિત્તે કલાત્મક રીતે શણગારાયાં હતાં. વહેલી સવારથી ભકતો ભોળાનાથના દર્શન માટે ઉમટી પડયાં હતાં. શ્રદ્ધાળુઓએ આસ્થાપૂર્વક શિવજીનું પૂજન અર્ચન કરી તેમના શુભાશિષ પામવાનો પ્રયાસ કર્યો હતો. આજે શિવરાત્રી નિમિત્તે ભાવિક ભકતોને શિવજીની પ્રિય એવી ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો