તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવમોગરા ખાતે ભાતીગળ મેળાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દેવમોગરા ખાતે ભાતીગળ મેળાનો પ્રારંભ
- શિવરાત્રિમાં શિવની પૂજા થાય છે પણ દેવમોગરાનું વિશ્વનું પ્રથમ મંદિર જ્યાં શકિત સ્વરૂપ પાંડોરી માતા પૂજાય છે


શિવરાત્રીએ જય જય શિવશંકરના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું ત્યારે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડેલાં આદિવાસી સમાજના લોકોએ શિવ નહિ‌ પરંતુ શકિત સ્વરૂપ પાંડોરી માતાજીની આરાધના કરી હતી. દેવમોગરા ખાતે યોજાતાં શિવરાત્રીના ભાતીગળ મેળાનું આદિવાસી સમાજમાં અદકેરૂ મહત્વ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડયાં હતા.

આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાજીના સ્થાનક દેવમોગરા ખાતે ગુરુવારે શિવરાત્રીના અવસરે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ત્રણ રાજયોમાંથી આવેલાં આદિવાસી સમાજના લોકોએ આસ્થા અને શ્રદ્ધાભેર પાંડુરી માતાજીની આરાધના કરી હતી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલી શ્રધ્ધાળુઓની ભીડને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

પ દિવસમાં પ લાખ શ્રદ્ધાળુ ઉમટવાનો અંદાજ
શિવરાત્રિના મેળામાં પાંચ દિવસમાં પાંચ લાખ ભકતો દેશ વિદેશમાંથી આવે છે. આદિવાસીઓની કુળદેવી એવી માં પાંડોરી માતાની ભકતોમાં શ્રધ્ધા છે. નોકરી, સંતાન પ્રાપ્તિ, તંદુરસ્તી, ધન સંપત્તિ તમામ ચીજવસ્તુઓની માંગો લઇ હજારો ભકતો આવે છે. - જયદીપસિંહ ઠાકોર, ટ્રસ્ટી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો