લખીગામના લેન્ડ લૂઝર્સના GCPTCL સામે ઉપવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખીગામના લેન્ડ લૂઝર્સના GCPTCL સામે ઉપવાસ
રહિશોએ રેલી કાઢી જન આંદોલનની શરૂઆત કરી, માંગણી સંતોષાય ન તો આંદોલન જારી રહેશે
ભરૂચ: દહેજ જીઆઇડીસી ખાતે આવેલાં લખીગામના લેન્ડ લૂઝર્સએ આજે ગુરૂવારથી જીસીપીટીસીએલ સામે પ્રતિક ધરણા શરૂ કર્યા હતાં. લેન્ડ લૂઝર્સએ જ્યાં સુધી તેમની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રતિક ઉપવાસ તેમજ જન આંદોલન જારી રાખવાની ચીમકી ઉચ્ચારી છે.દહેજ ઔદ્યોગિક વસાહત પાસે આવેલાં લખીગામના લેન્ડ લૂઝર્સની ખેતીલાયક જમીનો જીઆઇડીસીમાં 15 વર્ષ પહેલાં સંપાદિત થઇ હતી. જેના બદલામાં જીઆઇડીસી દ્વારા લેન્ડ લૂઝર્સને નોકરી તેમજ રોજગારી આપવાની બાંહેધરી આપી હતી. ઉપરાંત ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવાનું વચન આપ્યું હતું. જોકે તેને 15 વરવિતી ગયો હોવા છતાં તેમણે ગ્રામજનોને નોકરી નહીં આપી હોવા ઉપરાંત ગામમાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપ્લબ્ધ નહીં કરાવી હોવાથી લોકોએ પોતાના હક્ક માટે જન આંદોલન છેડ્યું છે.
હકથી વંચિત રખાયા છે
વર્ષોથી ગ્રામજનો પોતાના હક્કો માટે જીઆઇડીસી તેમજ જીટીપીસીએલ કંપનીના ધક્કા ખાઇ રહ્યાં છે. નોકરી અનુસારના ભણતરનો અભાવ, જગ્યાનો અભાવ સહિતના બહાના હેઠળ વારંવાર લેન્ડ લૂઝર્સને તેમના હક્કોથી દુર રાખવામાં આવ્યાં હોવાને કારણે આખરે જન આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે. જ્યાં સુધી જીઆઇડીસી કે જીસીપીટીસીએલ દ્વારા ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ જારી રહેશે.
> નરેશ ગોહિલ, સ્થાનિક આગેવાન, લખીગામ.