કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલા વિજયનાં વધામણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુશાલી: ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ફટાકડા ફોડી ઉજવણી
કોંગ્રેસી કાર્યકરોએ દ્વારા રાહદારીઓને મીઠાઇ વહેંચવામાં આવી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના આજે બુધવારે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતાં કોંગ્રેસી કાર્યકરોમાં નવા પ્રાણ ફુંકાયા છે. કર્ણાટકની ચૂંટણીમાં મળેલાં વિજયને ભરૂચ અને નર્મદા જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડી વધાવી લીધો હતો.
આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કર્ણાટકની જનતાનો જનાદેશ સ્પષ્ટ જઇ જતાં ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણ ઠાકોર, સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, ફરિદા પટેલ, શકીલ અકુજી, ઝુઝર વોરા, સુરેશ ચૌહાણ, ઇમરાન પટેલ, સૈયદ બાપુ, જયંતિ મકવાણા, મહેરૂન્નીશા મસ્તાન, જયોતિ પટેલ સહિ‌તના આગેવાનો હાજર રહયાં હતાં.
ભરૂચની હોટલ પ્લાઝા ખાતે પણ કોંગ્રેસી આગેવાનોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝૂ ફડવાલા, મહંમદ ફાંસીવાલા, સમશાદ સૈયદ સહિ‌ત શહેર- જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. અંકલેશ્વરમાં પણ કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડયાં હતાં.રાહદારીઓને મીઠાઇ વહેંચી હતી.
કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ તેમજ જયકાંત પટેલ, ઇકબાલ ઘોરી, ભૂપેન્દ્ર જાની, માંગીલાલ રાવલ, સોયેબ ઝઘડિયાવાલા અને કાર્યકરો જોડાયાં હતાં. રાજપીપળામાં આ પ્રસંગે યુવક કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવા, જીજ્ઞેશ કોન્ટ્રાકટર, વાસુદેવ વસાવા, કમલ ચૌહાણ, નગીન વસાવા, રતન વલવી, જયદીપ વસાવા, ગૌતમ વસાવા, હેમંત બારોટ, હરિઓમ રામી ઉપસ્થિત રહયાં હતાં.