આઇસીઆઇસીઆઇ એટીએમ સેન્ટરને સીલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આઇસીઆઇસીઆઇ એટીએમ સેન્ટરને સીલ
- મિલકતવેરાની ૨ કરોડની વસૂલાત માટે ૧૦૦૦થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારી


અંકલેશ્વર પાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ ના બાકી પડતા મિલકત વેરાની વસૂલાત માટે કડક વલણ અખત્યાર કરી મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરી અમી પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી આઇ.સી.આઇ.સીઆઇ બેન્કન એ.ટી.એમને સીલ માર્યુ હતું

સોમવારથી પાલિકાના અધિકારીઓએ મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.અમી પ્લાઝા કોમ્પલેક્ષ ત્રણ રસ્તા સર્કલ ખાતે બી.વી. અંકલેશ્વરીયાની દુકાન, આઇસીઆઇસીઆઇને એટીએમ માટે ભાડે આપી હતી. જે દુકાનનો ૨૨ હજારથી વધુ વેરો બાકી હોઇ પાલિકાના ચીફ ઓફિસર રમણ પટેલ ટેકસ સુપરિન્ટેન્ડેન્ટ આસિફ શેખ તથા ટીમના તત્વો દ્વારા આઇ.સી.આઇ.સી. આઇ બેંકના એ.ટી.એમને સીલ મારી દીધું હતું.

વેરા વસૂલાત માટે કાર્યવાહી કરાઇ
ન.પા. દ્વારા નાણાંકીય વર્ષ ર૦૧૩-૧૪ માં પ.૩૦ કરોડના માંગણા સામે ૩.૨પ કરોડની વસૂલાત કરી છે. બાકી ૨કરોડની વસૂલાત માટે ૧૦૦૦થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આજે સોમવારે આઇ.સી.આઇ.સી.આઇ બેન્કના એટીએમ સેન્ટર (દુકાન)ના ૨૨ હજારનો વેરો બાકી હોવાથી કાર્યવાહીના ભાગરૂપે સીલ મારવામાં આવ્યું હતું. - આસિફ શેખ, ટેકસ સુપ્રિન્ટેન્ડન્ટ, ન.પા. અંકલેશ્વર