માનવ વિકાસ સૂચકાંક અહેવાલની કામગીરી સંદર્ભે વર્કશોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂનતમ જરૂરીયાતની સવલતો માટે કેપીટલ ખર્ચની બાબતોને ખાસ પ્રાધાન્ય આપવા અનુરોધ
કેવડિયામાં ગુજરાત સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડ અને તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્કશોપનું કરવામાં આવેલું આયોજન


જિલ્લા કલેકટર રાકેશ શંકરે જિલ્લાના વિકાસ કામોના આયોજનમાં માનવ વિકાસ સૂચકાંકની બાબતો લક્ષમાં લઈને જાહેર જનતા માટેની આવાસ સ્વચ્છ, પાણી, વીજળી, સુચારી આરોગ્ય સેવા, ગામેગામ સ્વચ્છતા, પ્રત્યક ગામને જોડતા રસ્તા, આદર્શ શિક્ષણ વ્યવસ્થા અને તેમાંય ખાસ કરીને જિલ્લાના છેવાડાનાં અંતરીયાળ આદિવાસી, પછાત અને ગરીબ પરિવારો માટે આ દિશામાં વિશેષ શું કરી શકાય? તેવી સઘળી બાબતોને કાળજીપુર્વક આવરી લેવાનો ખાસ અનુરોધકરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર રાકેશ શંકર આજે કેવડિયા કોલોનીના સરકીટ હાઉસ ખાતે ગુજરાત સોશીયલ ઈન્ફ્રાસ્ટકચર ડેવલપમેન્ટ ર્બોડ સોસાયટી અને સામાન્ય વહીવટ વિભાગના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવાની હાથ ધરાયેલી કામગીરીના ભાગરૂપે જિલ્લાના જુદા દુદા લાઈન ડિપાર્ટમેન્ટના અમલીકરણ અધિકારીઓ સાથે યોજાયેલા વર્કશોપને ખુલ્લો મુંકતાં બોલી રહ્યાં હતાં.જિલ્લા કલેકટર રાકેશ શંકરે તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની પ્રાથમિક ન્યુનત્તમ જરૂરીયાતની સવલતો માટે કરોડો રૂપિયાની માતબર રકમના વિકાસ કામોની આપણે ઉપયોગી રૂપરેખા ઘડતાં હોઈએ છીએ ત્યારે લાંબા ગાળાના પરિણામો મળી રહે તેવા કેપીટલ ખર્ચની બાબતોને ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ.

ે આવા આયોજન બાદ જે અસરથી આ સુવિધાઓ ઉભી કરાઈ છે તે ખરેખર અને સાચા અર્થમાં લક્ષિત જુથ સમાજ સુધી પહોંચીને તેમને ઉપયોગી થઈ છે કે કેમ? તેની પણ ખાસ સમીક્ષા થવી જોઈએ અને સમીક્ષાના આધારે ભાવી આયોજન વધુ સુદ્દઢ રીતે થાય તે જોવું જોઈએ.જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રજા કલ્યાણની સેવાને વરેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાતા વિકાસકીય આયોજન અંગે સ્થાનિક કક્ષાએ ગ્રાઉન્ડ લેવલે પ્રજાના પ્રશ્નોની પરખ અને લોક અપેક્ષાઆથી વાકેફ હોવાથી વિકાસ કામોનું સુચારુ અને પરિણામલક્ષી આયોજન વધુ સરળતાથી થઈ શકે છે.

આ વર્કશોપમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટર ડી.બી.રહેવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.કે.ડામોર સહિ‌ત જિલ્લાના જુદા જુદા લાઈન ડિપાર્ટમેન્ટનાં મહત્વના અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા વિચારણામાં રસપૂર્વક ભાગ લીધો હતો. અંતમા જિલ્લા આયોજન અધિકારી જે.એસ.પટેલ દ્વારા તમામ ઉપસ્થિતોનો આબાર માનવામાં આવ્યો હતો.