• Gujarati News
  • Home Minister Says 121 Countries Ready To Invest In Gujarat

ગુજરાતમાં ૧૨૧ દેશ રોકાણ માટે તૈયાર : ગૃહમંત્રી રજની પટેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાંત અને સલામત ગુજરાતના પરિણામસ્વરૂપ આવેલું પરિણામ
અંકલેશ્વરમાં રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા પ૧ પોલીસ આવાસોનું ગૃહમંત્રી રજની પટેલના હસ્તે લોકાર્પણ
શાંત અને સલામત ગુજરાતનાં કારણે ૧૨૧ દેશો રાજયમાં રોકાણ કરવા તૈયાર થયા હોવાનું રાજયનાં ગૃહમંત્રી રજની પટેલે અંકલેશ્વરમાં રૂપિયા ૨.૬૦ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલા પ૧ પોલીસ આવાસોનાં લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં નવનિર્મિ‌ત આવાસોની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ શુક્રવારે યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી રજની પટેલે રૂપિયા ૨.૬૦ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલા પ૧ પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
વિકાસની આગેકૂચ ભરી રહેલા ગુજરાત રાજયમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ હોવાથી ૧૨૧ દેશો રાજયમાં રોકાણ કરવા તૈયાર થયા હોવાનું ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું હતું. દિવસ-રાત સુરક્ષા અને બંદોબસ્તમાં તૈનાત રહેતા પોલીસ જવાનોને ઓફિસ અને ઘરમાં યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે પોલીસ કાર્ય સ્થળ અને ઘરનાં નિર્માણ માટે રાજય સરકાર ચિંતિત હોવાનું વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું.
પોલીસ આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અવંતિકાસિંઘ, ડીડીઓ આદ્વા અગ્રવાલ, ધારાસભ્યો ઇશ્વર પટેલ, દુષ્યંત પટેલ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર વડોદરા રેંજ ડી.આર.પટેલ, જિલ્લા પોલીસ વડા ગૌતમ પરમાર, પાલિકા પ્રમુખ સંદીપ પટેલ, ભાજપ મહામંત્રી યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
દહેજમાં ટૂંક સમયમાં મરીન પોલીસ મથક
દહેજમાં ટૂંક સમયમાં રૂપિયા ૧.પ૦ કરોડનાં ખર્ચે મરિન પોલીસ મથક અને આવાસોનું નિર્માણ કરવામાં આવશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ગુજરાત પોલીસે તાજેતરમાં જ ૨૬ હજાર જવાનોની ભરતી કરી હોવાથી દેશમાં સૌથી યુવા પોલીસ ધરાવતું એકમાત્ર રાજય બની ગયું છે. વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૧માં પોલીસ કર્મચારીઓ માટે ૧૭પ૦૦ આવાસો બનાવવામાં આવ્યા હોવાનું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.